By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : વેકેશનને કારણે પાલિકાના હરવા ફરવાના સ્થળ પર કીડિયારું ઊભરાયું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : વેકેશનને કારણે પાલિકાના હરવા ફરવાના સ્થળ પર કીડિયારું ઊભરાયું
GeneralSurat

સુરત : વેકેશનને કારણે પાલિકાના હરવા ફરવાના સ્થળ પર કીડિયારું ઊભરાયું

HM News
Last updated: 24/05/2022 6:42 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.23 મે 2022,સોમવાર : હાલમાં પડેલા વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક,એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે.લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે.વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

સ્કૂલ અને કોલેજમાં વેકેશન પડવાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે.પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે.સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકાનું પ્રાણીસંગ્રહાલય(નેચર પાર્ક)હાલ મુલાકાતીઓ થી ઉભરાઇ રહ્યો છે.વેકેશન ની રજા ઉપરાંત શનિ-રવિના દિવસોમાં નેચર પાર્કમાં કીડીયારું ઉભરાતું હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.હાલ ગરમીના માહોલમાં કુદરતી વાતાવરણ એવા નેચર પાર્કમાં લોકોની ભીડ વધી રહી છે.સામાન્ય દિવસોમાં પાલિકાના નેચર પાર્કમાં સોમવારે રજા હોય છે પરંતુ હાલ વેકેશનમાં લોકોનો ધસારો જોઈને સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે.

કોરોના રેમેડીઝ એ સનોફી હેલ્થકેર ઇન્ડિયા પાસેથી મ્યોરિલ બ્રાન્ડ રૂ. 234 કરોડમાં હસ્તગત કરી
આ વર્ષે કુલ 12 વખત વધ્યા ભાવ,જાણો કેટલું મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ
પિત્રાઈની પાર્ટીને ઉશ્કેરવા મનસેએ શિવસેના ભવન સામે ભૂંગળા લગાડી હનુમાન ચાલીસાના પાઠ કર્યા
કામરેજમાં બ્રાંડેડ દારૂની બોટલમાં હલકી કક્ષાનો દારૂ ભરી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ
બાળકી સાથે ગેંગરેપ કરનારા દુષ્કર્મીઓના ઘર પર ચલાવાયું બુલડોઝર, નાબાલિકની હાલત નાજુક, દિલ્હી એરલિફ્ટ કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article કેટલીક બેંકની બેદકારીના કારણે આવાસ યોજનાના લાભાર્થીઓને નથી મળતી સબસીડી
Next Article સરકારની જાહેરાત બાદ કોંગ્રેસના આદિવાસી નેતાઓએ રણશિંગુ ફૂક્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up