– સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ગજાનનભાઈ ટેલરએ પોતના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે
– ગણેશભક્ત પોતાની ઈચ્છા કાગળમાં લખી વિશિંગ બોક્સમાં મૂકે છે અને પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ બાપ્પા દરેકની મનોકામના આ વિશિંગ બેલથી પુરી કરે છે.

શહેર સહીત દેશભરમાં હાલમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ માનવાઈ રહ્યો છે.ગણેશ ભક્તો બાપ્પાને રીઝવવા અથાગ પ્રયત્નો કરી એમની વિવિધ રીતે સેવા કરતા હોઈ છે.ગણેશ પંડાલો તેમજ ઘરમાં પણ ભક્તોએ આનંદપૂર્વક ગણેશજીની સ્થાપના કરી છે.એક દિવસથી લઇ પાંચ દિવસના ગણેશજીની ઘરોમાં પધરામણી થતી હોય છે.આ માહોલમાં સુરતના વેસુ વિસ્તારમાં રિંગ બેલ સાથે મનોકામનાપૂર્ણ કરવાની થીમ આધારિત ગણપતિ બાપ્પાની સ્થાપના કરાઈ છે.

વેસુના સ્ટાર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ગજાનનભાઈ ટેલરએ પોતના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે જેમાં તેમના ધર્મ પત્ની શૈલી ગજાનનભાઈ ટેલરએ વિશિંગ બેલ મુક્યો છે જેમાં રિંગ બેલ વગાડી દરેક ગણેશભક્ત પોતાની ઈચ્છા કાગળમાં લખી વિશિંગ બોક્સમાં મૂકે છે અને પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ બાપ્પા દરેકની મનોકામના આ વિશિંગ બેલથી પુરી કરે છે એવો એમનો વિશ્વાસ તેમજ દાવો છે.છેલ્લા 4 દિવસ દરમ્યાન અસંખ્ય ગણેશ ભક્તો આ ઈચ્છાપૂર્તિ ગણેશ મહારાજના દર્શનનો લ્હાવો લઇ ચુક્યા છે.ગણેશ ભકત ગજાનન ટેલર છેલ્લા નવ વર્ષથી ઘરે ગણપતિજીની સ્થાપના કરે છે તેમજ દર વર્ષે નવી નવી થીમ સાથે ગણેશ ઉત્સવ મનાવે છે.ગજાનન ટેલર એક સેવાભાવી વ્યક્તિ છે તેમને કોરોના કાળ દરમ્યાન પણ અનેક ગરીબ પરિવારોને અનાજ કીટનું વિતરણ કર્યું હતું.આ વર્ષે ઘરમાં વિશિંગ બેલ થીમના ગણેશજીની સ્થાપના કરી સમાજના લોકોની ઈચ્છા પુરી થાઈ તે આશયે કાગળમાં વિશ લખીને ગણપતિને મુકવાની થીમ રજુ કરતા સમગ્ર વેસુ વિસ્તારમાં આ ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.એમના ઘરે બિરાજમાન રહેલા શ્રી ગણેશજી.
સમગ્ર સ્ટાર ગ્લૅક્સી એપાર્ટમેન્ટના ઘણા ગણેશ ભક્તો નિયમિત રૂપે એમના ઘરે દર્શન કરવા આવે છે અને આરતીના સમયે પણ મોટા પ્રમાણમાં ભીડ ઉમટે છે.
આ ઉપરાંત ગજાનન ટેલરે જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભગવાન ગણેશજી સર્વની રક્ષા કરે અને જલ્દીમાં જલ્દી કોરોના જેવી મહામારીનો અંત આવે તેવી પ્રાર્થના શ્રી ગણેશજીને કરી છે.કોરોના મહામારી હાલમાં ચાલુ હોઈ દરેક લોકો માસ્ક પેહરે અને સોશિઅલ ડિસ્ટન્સનું પાલન પણ અચૂકપણે કરે એવી એમને નમ્ર વિનંતી કરી છે.


