મોટા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી અને પાર્લરનું કામ કરતી 30 વર્ષીય મહિલાએ બ્યૂટી પાર્લરના ધંધા માટે વ્યાજે લીધેલા રૂપિયા 5.50 લાખ ટુકડે ટુકડે કરી ચુકવી દીધા હોવા છતાંયે ફાયનાન્સરે વ્યાજની માંગણી કરી હેરાન કરી હતી.તેણે મહિલાને કહ્યું હતું કે ‘વ્યાજ ન ચુકવવુ હોય તો મારી સાથે શારીરિક સંબંધો બાંધવા પડશે,’ પરિણીતાને ઓર્ડર પર જતી વખતે લીફ્ટ આપવાને બહાને ઘેનયુક્ત ઠંડાપીણું પીવડાવ્યા બાદ હોટલમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ પતિને જાણ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી અવારનવાર કામરેજ અને કતારગામ વિસ્તારની હોટલ તેમજ મિત્રના મકાનમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા ઘર નજીક બ્યુટી પાર્લર ચલાવે છે.
પરિણીતાએ બે વર્ષ પહેલા ધંધાના માટે રૂપિયા 5.50 લાખની જરૂર પડતા વ્યાજનો ધંધો કરતા રાજેશ બોધા હન (રહે, ગંગા રેસીડેન્સી કતારગામ) નામના ફાયનાન્સર પાસેથી વ્યાજે લીધા હતા. અને તે પૈસા પરિણીતાએ ટુકડે ટુકડે કરી ચુકવી આપ્યા હતા છતાંયે રાજેશ વ્યાજના નાણાની માંગણી કરી હતી.પરંતુ લોકડાઉનના કારણે પરિણીતાનો પાર્લરનું કામ પડી ભાંગ્યું હોવાને કારણે વ્યાજ આપી શકે તેમ ન હતા.જેનો ફાયનાન્સર રાજેશે ફાયદો ઉઠાવી પરિણીતા પર દાનત બગાડી હતી.અને પરિણાતાને વ્યાજ નહી આપવુ હોય તો મારી સાથે શારીરીક સંબંધો બાંધવા પડશે હોવાનું કહ્યું હતું.
જાકે પરિણીતા રાજેશના તાબે થઈ ન હતી.દરમિયાન એક વાર પરિણીતા વેડરોડ હરિઓમ મીલ પાસેથી પાસોદરા પાર્લરનો ઓર્ડર મળતા જવા માટે ઉભા હતા તે વખતે રાજેશ હન તેમની પાસે આવ્યો હતો અને પરિણીતાને પાસોદરા છોડી દેવાનુ કહી પોતાની કારમાં બેસાડી હતી અને ઠંડા પીણા માઝાની બોટલ પીવા માટે આપી હતી.જે પીધા બાદ પરિણીતા અર્ધબેભાન થતા રાજેશ તેને વરાછાની આર્શીવાદ હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો.


