બારડોલી : એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે કામરેજના નવી પારડી ખાતેથી એક યુવકને નંબર વગરના મોટરસાઇકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસને તપાસ દરમિયાન આ મોટરસાઇકલ સુરત શહેરના ખટોદરા ખાતેથી ચોરાયું હોવાનું બહાર આવ્યું હતુ
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આ.હે.કો.રણછોડભાઈ કાબાભાઇ તેમજ અ.હે.કો.ગિરિરાજસિંહ અશોકસિંહ નાઓને આગત રાહે મળેલી બાતમી આધારે કામરેજના નવી પારડીથી ઘલુડી તરફ જતા રસ્તા પરથી નંબર વગરની એક ડ્રિમ યુગા મોટરસાઇકલ સાથે જ્ઞાનેન્દ્ર સિંગ ઉર્ફ વિરાટ સંતોષસિંગ રાજપૂત(ઉં.વ.22 રહે.122 દેવ ફેશન ટેક્સટાઇલ સનસાઈન ઇન્ડસ્ટ્રીઝ સાયણ સુગર રોડ તાં.ઓલપાડ જી.સુરત મૂળ.રહે.ભાવલપુર તાં.સદર જી.પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ)ની અટકાયત કરી મોટરસાઇકલના ચેચીસ નંબરના આધારે ગુજરાત સરકારના ઇ-ગુજકોપ પ્રોજેકટના અંતર્ગત મોશનપ્રો સોફ્ટવેરની મદદથી તપાસ કરતા મોટરસાઇકલનો નંબર GJ 05 NA 9570 હોવાનું બહાર આવ્યું હતુ તેમજ આ મોટરસાઇકલ ચોરી અંગેની ફરિયાદ સુરત શહેરના ખટોદરા પોલીસ મથકના નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતુ જેથી ઘટના અંગે પોલીસે 25 હજારની કિંમતની મોટરસાઇકલ કબ્જે કરી આરોપીની અટક કરી વધુ તપાસ હાથધરી છે