સુરતમાં પાંચ દિવસ સુધી એપીએમસી બંધ રાખાવામાં આવ્યું હતું.જ્યારે વહીવટી તંત્ર દ્વારા આજે રાત્રીથી ફરી માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવશે.આજે રાત્રે 12 વાગ્યાથી વેપારીઓ પોતાના શાકભાજી માર્કેટ યાર્ડમાં રાખી તૈયારીઓ કરી શકશે.એપીએમસીમાં કામ કરતા 3 સહિત કુલ 6 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
આજે રાત્રીથી ફરી માર્કેટ યાર્ડ થશે શરૂ
જેના કારણે સુરત મહાનગરપાલિકાએ 9 થી 14 મે સુધી એપીએમસી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.પરિણામે ખેડૂતોને દરરોજ પાંચ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.ખેડૂત સમાજ દ્વારા માર્કેટ વહેલી તકે ખોલવા માટે મનપાને રજૂઆત કરવામાં આવી હતી.જેને ધ્યાને રાખી મનપાએ 13 મેના રાત્રે 12 વાગ્યાથી વેપારીઓ અને ખેડૂતોને ખરીદ-વેચાણની મંજૂરી આપવામાં આવી.માર્કેડ યાર્ડ શરૂ કરતા પહેલા ફાયર વિભાગ દ્વારા સમગ્ર માર્કેટને સેનિટાઇઝ કરવામાં આવ્યું.


