સુરત : સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે શારજાહ ફ્લાઇટમાંથી આવતા પેસેન્જરટની અટકાયત કરતા 6 કરોડના હીરા મળી આવ્યા હતા.સુરત એરપોર્ટ કસ્ટમ અને ડીઆરઆઇને બગાસુ ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ સર્જાયો હતો.ડીપાટર્મેન્ટને માિહતી મળી હતી કે એક પેસેન્જર શારજાહથી સોનું લઈને આવે છે.તે માટે ડીઆરઆઇએ એરપોર્ટ પર તપાસ કરી હતી.સોના સાથે આવેલો પેસેન્જર તો ડીપાટર્મેન્ટને મળ્યો સાથે 6 કરોડ રૂિપયાના હીરા લઇને શારજાહ જતો પેસેન્જર પણ ડિપાટર્મેન્ટના હાથે ઝડપાયો હતો.
મળતી માહિતી મુજબ સુરતને કસ્ટમ એરપોટર્નો દરજ્જો પ્રાપ્ત થયો ત્યારથી એરપોર્ટ પરથી અવાર-નવાર પેસેન્જરો સોના સાથે પકડાઈ રહ્યા છે.બુધવારની રાત્રે કસ્ટમ અને ડીઆરઆઇ ડીપાટર્મેન્ટ એરપોર્ટ પરથી શારજાહ જતા અને શારજાહથી આવતા બે પેસેન્જરોને સોનું અને હીરા સાથે ઝડપી પાડ્યા છે.
શારજાહથી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં એક પેસેન્જર વધુ પડતા સોના સાથે સુરત આવી રહ્યો છે.બાતમીના આધારે ડીપાટર્મેન્ટના અધીકારીઓએ ફ્લાઈટમાંથી આવતા પેસેન્જરોને ચેક કરતા હતા ત્યારે એક પેસેન્જરે સરકારે નક્કી કરેલ મયાર્દાથી વઘુસોનાના ઘરેણાં પહેર્યા હતાં.પેસેન્જર પાસે નિયત મર્યાદા કરતા 300 ગ્રામ સોનું વધુ હતું.જેની કિંમત 15 લાખ રૂપિયા થાય છે.તે જ ફ્લાઈટમાં શારજાહ જનારા પેસેન્જરો પૈકી એક પેસેન્જર પર ડીપાટર્મેન્ટના અધીકારીઓને શંકા ગઈ હતી. તેથી તેની બેગ ચેક કરતા મીઠાની બેગમાંથી 300 કેરેટનાના હીરા મળી આવ્યા હતા.જેમની કિંમત 6.50 કરોડ રૂપિયા થાય છે.અધીકારીએ બંનેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મીઠાની બેગમાં કરોડોના હીરા છુપાઈ ફ્લાઇટમા આવનાર પેસેન્જરને સુરત એરપોર્ટ પર ડીઆરઆઇ વિભાગે ઝડપી પાડયો છે.