સુરત શિક્ષણ સમિતિનો અનોખો પ્રવેશોત્સવ: શાળાના પહેલા દિવસે શાળાના આંગણે બાલ વિદ્યાર્થીના કુમકુમ પગલા..પાડવામાં આવ્યા

HM News
1 Min Read

સુરત : તા.23 જુન 2022,ગુરૂવાર : ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા આજથી સમગ્ર રાજ્યમાં 3 દિવસના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજે પહેલા દિવસે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને યાદગાર રીતે પ્રવેશ આપવામા આવ્યો હતો.પહેલા ધોરણમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ પગલાં કંકુમાં મુકી કાગળ પર મુકી તેના પગલાને લેમીનેશન કરી વાલીઓને આપવામાં આવી હતી.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આજથી શરૂ થયેલા પ્રવેશોત્સવમાં બેગ વગર શરૂ કરવામાં આવ્યો છે.સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ વર્ષે પ્રવેશોત્સવમાં એક અનોખો પ્રયાસ કર્યો છે.શિક્ષણ સમિતિના પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પહેલો પગ મુકે તે પગલાંની કંકુથી છાપ કાગળ પર લેવામાં આવશે અને કાગળ પર કંકુના પગલાં લેમીનેશન કરીને વિદ્યાર્થીઓને યાદગીરી રૂપે આપવામાં આવી રહ્યાં છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે તેના કારણે સ્કૂલમાં પહેલો પગ મુક્યો તેની યાદગારી વિદ્યાર્થીઓ જીવનભર સાચવી શકશે.પહેલા દિવસે આ રીતે વિદ્યાર્થીઓને આવકારવાનું શરૂ કરવામાં આવ્યું છે તેના કારણે વાલીઓનો ઉત્સાહ વધી રહ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *