સુરત : સુરતની સચિન જીઆઈડીસીમાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવામાં આવતા છ કામદારોના મોત થયા હતા.અધિકારીઓ અને સચીન જીઆઈડીસીના સત્તાધીશોના પાપના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હતો.સચીન જીઆઈડીસીના સત્તાધીશો કેમિકલ માફિયાઓ સાથેના મેળાપીપણાને કારણે આ પ્રકારની ઘટના બની હતી.આખરે પશ્ચાતાપ થતો હોય તે રીતે રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારો દીઠ 4 લાખ રૂપિયા અને વિશ્વ પ્રેમ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના માલિક દ્વારા પરિવાર દીઠ 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
સચીન જીઆઈડીસીના સત્તાધીશો મનમાની કરીને જે પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.તેના કારણે આ પ્રકારની ઘટના બની રહી છે.ઘણા સમયથી ઝેરી કેમિકલ ઠાલવવાની પ્રક્રિયા સચીન જીઆઇડીસીની અંદર થઈ રહી હોવા છતાં તેને રોકવા માટેના કોઈ નક્કર પગલા લેવાયા નથી.સચિન જીઆઈડીસીમાં જે સીસીટીવી માટે ખર્ચ કરવામાં આવ્યા છે.તે પણ શરૂ જોવા મળ્યા નથી.સચિન જીઆઈડીસીમાં ખર્ચો ઊભો કરીને રૂપિયા કમાવી લેવાની દાનત સાથે કામ થઇ રહ્યું છે.એટલું જ નહીં પરંતુ અધિકારીઓ પણ તે જ પ્રકારે આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા હતી.ભલે સુરત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયામકને સસ્પેન્ડ કરવામાં આવ્યા.પરંતુ આખેઆખું વિભાગ આ પ્રકારની કામગીરીમાં રચ્યાપચ્યા રહેતા હોય છે.જો સચીન જીઆઇડીસી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ નક્કર પગલાં લે તો આ પ્રકારની ઘટના ન બને એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
સચીન જીઆઇડીસી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે આજે જ પરિવારના લોકોએ તેમના પરિવાર અને ગુમાવ્યા છે.જે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.તે ભ્રષ્ટાચારને ચાડી ખાઈ રહ્યો છે.તેમાં કોઇ શંકા નથી.હવે સચીન જીઆઇડીસી સહિત સુરતના અન્ય ઔદ્યોગિક ગૃહોની અંદર આ પ્રકારની ઘટના ન બને તેના માટે સરકારે ગંભીરતા દાખવવી જોઈએ.સ્થાનિક જીઆઇડીસીના સંચાલકો અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની જવાબદારી ફિકસ કરવી જોઈએ.જેથી કરીને નિર્દોષ કામદારો પોતાનો જીવ ગુમાવે.
ઉર્જા કેમિકલ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આ પ્રકારની ઘટના કોઈપણ ઓધોગિક એકમો માં ન બને તેના માટે અમે સતર્ક છીએ.તાજેતરમાં જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સાથે તેમજ અલગ-અલગ યોગ્ય સંકલન કરીને આ પ્રકારના કેમિકલ ઠાલવવામાં ન આવે તેમજ આ પ્રકારની ગંભીર ઘટના ન બને તેના માટેની ટકોર કરવામાં આવી છે.
મૃતકોના નામ
– કિરણ સુલતાન ડુમર 22 ( મહિલા )
– સુલતાન નંદા ડુમર 25 ( પુરૂષ )
– સુરેશ પપ્પુ વખાલા 22 ( પુરૂષ )
– અંબદત્ત બાજપાઈ 36 ( પુરૂષ)
– વિમલચંદ ફુલચંદ્રા કોરી 25 (પુરૂષ)
– વિમલ પાસવાન 25 (પુરૂષ)


