– લગ્ન પછી સુરતની પરિણીતાને સાસરીવાળાઓ તરફથી ત્રાસ આપવાનું શરૂ કરાયું
– પોલીસ ફરિયાદ કરતા ગુસ્સે થયેલા સાસરીવાળાઓએ મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું
સુરત : મહિલાઓ સાથે પરિવારના સભ્યો દ્વારા જ અનેક વખત પજવણી કરવામાં આવતી હોય છે,આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ પણ છે,ત્યારે વધુ એક ઘટના સુરતમાં બની છે.જ્યા 37 વર્ષીય પરિણીતા મોપેડ પર પોતાના ઘરે જતી હતી,ત્યારે રસ્તામાં સસરાએ તેને ઊભી રાખી કહ્યું હતું કે, ‘ચલ બેઠ ગાડી મેં, મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ, મેરા લડકા તુજે નહીં રખેગા, તું મેરે પાસ રહે, તું મુજે ખુશ રખ, તો મેં તેરે સારે શોખ પુરે કરુંગા.’ તો બીજી તરફ પતિએ પણ વીડિયો કોલ કરી શર્ટ કાઢી કેટલા પૈસા જોઈએ તેવી વાત કરી, 200 અને 2 હજારની નોટો ફેંકી સમાજમાં બદનામ કરી નાંખવાની તથા આત્મહત્યા કરવી પડશે તેવી ધમકી આપી હતી.પતિ અને સસરાના ત્રાસથી ડરી ગયેલી પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લગ્ન બાદ પતિ-સાસુ-સસરાનો ત્રાસ શરૂ થયો
અડાજણ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર,સુરતના પાલ ગૌરવ પથ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલા વર્ષ 2002માં સિલાઇ કામ કરતી હતી.ત્યારે તેને કપડા સીવડાવવા આવતી પ્રિયંકા જૈનના ભાઇ જીતેન્દ્ર જૈન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે જીતેન્દ્રના પરિવારના સભ્યો આ સંબંધ સ્વીકારશે નહિ તથા લગ્નનો પણ સ્વીકાર નહીં કરે તેથી બંનેએ ફેબ્રુઆરી 2005 માં ઘરેથી ભાગી જઇ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ બંને પરિવારથી અલગ રહેતા હતા.બાદમાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો.દારૂ પીવાની કુટેવ હોવાથી જીતેન્દ્ર સતત પરણિતાને મારઝુડ કરી ત્રાસ આપતો હતો, જેથી તે 2014માં પિયરમાં રહેવા ચાલી ગઇ હતી.માનસિક ત્રાસ આપતા પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ પણ નોંધાવી હતી.બાદમાં જીતેન્દ્ર મુંબઇ રહેવા જતો રહ્યો હતો,જયાં જેસીકા પંચાલ નામની મહિલા સાથે તેને લગ્ન કરી લીધા હતા.


