– બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાના અઢી વર્ષ બાદ ન્યાય મળ્યો છે.કોર્ટે દુષ્કર્મ આચરનારને જીવે ત્યાં સુધી કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે.
સુરત : સુરતમાં બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાના અઢી વર્ષ બાદ ન્યાય મળ્યો છે.સુરતના વરેલી ગામે અઢી વર્ષ પહેલા પરપ્રાંતીય વિસ્તારમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને પડોશમાં રહેતો નરાધમ લલચાવી ફોસલાવીને નજીકના ઝાડી ઝાંઝરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.કોર્ટે દુષ્કર્મ આચરનારને જીવે ત્યાં સુધી કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે.તેમજ ભોગ બનનારને 15 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
ઘટનાની વાત કરીએ તો પલસાણાના વરેલીમાં એક એપાર્ટમેન્ટમાં પરપ્રાંતીય પરિવાર રહેતો હતો.જેમની 7 વર્ષીય બાળકી હતી.આ પરિવારના નજીકમાં જ વિકાસ ઉર્ફ વિક્કી ચંદ્રદેવ રાજવંશી પણ રહેતો હતો.આ નરાધમે નજીક આવેલી ખાડી કિનારે ઝાડી ઝાંઝરામાં બાળકીને લઇ જઈને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.
ચોંકાવનારી વાત એ હતી કે બાળકી રડવા જતા મોં દબાવી નરાધમે ચપ્પુ બતાવ્યું હતું.નરાધમે બાળકીને ધમકી આપી હતી કે “જો આ વાત કોઈને કરશે તો તેને જીવથી મારી નાખશે.આમ ધમકી આપીને નરાધમ બાળકીને રઝળતી મૂકી ભાગી છૂટ્યો હતો.બાળકીના માતાપિતાને ઘટનાની જાણ થતા કડોદરા પોલીસે ગુનો નોંધ્યો હતો.બાદમાં વરેલી ગ્રામ પંચાયતના CCTV ફૂટેજના આધારે 24 કલાકમાં જ નરાધમને ઝડપી પાડ્યો હતો.જણાવી દઈએ કે આ નરાધમ મૂળ બિહારનો વતની છે.


