સુરતમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે નવ કેસ ઉમેરાતા કુલ સંક્રમિતઓની સંખ્યા 102 થઇ છે.રાજ્યના અમદાવાદ,વડોદરા બાદ સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યા ત્રણ આકડે પહોંચી છે. સુરતના સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પણ કોરોનની ઝપટે ચડ્યા છે.સિવિલના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સુરતમાં જે લોકોમાં તાવ અકિલા કે શરદી અથવા બીજા સામાન્ય લક્ષણો નહતો દેખાતા તેવા લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે જેને સાઈલેન્ટ કેરિયર કહે છે.સુરતમાં કોન્ટેક્ટ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે.એટલે કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવવાથી અથવા સંપર્કમાં આવેલા માણસના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે.