સુરત, તા. માર્ચ 2020, બુધવાર
સુરત શહેરમાં કોરોના વાઈરસ કેસ પોઝિટિવ આવતાં તંત્રમાં ગભરાટ વ્યાપી જવા પામી છે તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં 225 બેડનો કોરોનાનો વોર્ડમાં બનાવવા માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જોકે આવતીકાલથી બિલ્ડિંગમાં કોરોના વાયરસનો વોર્ડ શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે.
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ખાલી પડેલી સ્ટેમ સેલ હવે બિલ્ડીંગમાં 225 બેડ કોરોના વાયરસ અંગેના દર્દીઓ દાખલ કરવા વોર્ડ બનાવવાની કામગીરી અધિકારીઓ,કર્મચારીઓ, પીઆઇયુ ધારાસભ્ય સહિતના વ્યક્તિઓ રાત-દિવસ જહેમત ઉઠાવી યુદ્ધના ધોરણે કામગીરી કરાવી રહ્યા છે.
જોકે આજે સવારે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી સ્ટેમસેલ બિલ્ડિંગમાં બનેલા વોર્ડ વિઝિટે આવ્યા હતા જોકે ચોથા મારે જરૂર પડશે તો વધુ 28 બેડની વ્યવસ્થા કરવામાં આવશે જોકે આ બિલ્ડિંગમાં તમામ સારવાર અંગેની સુવિધા દર્દીઓને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ બિલ્ડિંગ કોરોના વાઈરસને શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીને અલગ અલગ વોર્ડમાં સારવાર આપવામાં આવશે તેવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે આ બિલ્ડિંગમાં કોરોના અંગેનો વોર્ડ આવતીકાલે ગુરુવારથી થવાની શક્યતા સેવાઈ રહી હોવાનું રાજ્ય સરકારે નિમેલા નોડલ ઓફિસર આઇ.એ.એસ મહેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું.