– સરકારમાં પોઝિટિવનો માહોલ બને અને માગ પૂરી થાય તે હેતુથી તબીબો દ્વારા કથા કરાઈ હતી
સુરત : સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરવાનો નિર્ણય બાદ આજે ત્રીજા દિવસે હડતાળ યથાવત રહી છે.તબીબોએ આજે સત્યનારાયણની કથા કરીને વિરોધ નોંધાવ્યો છે.હડતાળ પર ઉતરેલાં ડોક્ટરોને કારણે હાલ દર્દીઓને સારવાર આપવાનું બંધ કરાયું છે.માત્ર જુનિયર ડોક્ટરો દ્વારા સારવાર અપાઇ રહી છે.ડૉક્ટરોની હડતાળને કારણે ઘણા બધા ઓપરેશનનો મોકૂફ રખાયા છે.મોટાભાગના ઓપરેશનનો ફેલ થઈ જવાને કારણે દર્દીઓને મુશ્કેલી વધી રહી છે.જે દર્દીઓના ઓપરેશનનોની તારીખ કઈ હતી.તે તમામ ઓપરેશનનો મોકૂફ રહેતા દર્દીઓની હાલાકી વધી છે.
ડોક્ટર હડતાલ પર હોવાની વાત હવે સમાચાર માધ્યમથી લોકો સુધી પહોંચી રહી છે.જેના લીધે હવે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવવાનું ટાળી રહ્યા છે.જે હોસ્પિટલની અંદર સવારે કેસ બારીમાં રોજ લાંબી કતાર લાગતી હતી.ત્યાં હવે દર્દીઓ જ દેખાતા નથી.હોસ્પિટલમાં દર્દીઓ ખૂબ પાંખી હાજરીમાં જોવા મળી રહ્યા છે.મોટાભાગના દર્દીઓ હવે સ્મીમેર હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલ તરફ જઇ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ડૉ. કમલેશ દવે જણાવ્યું કે. આજે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેથી કરીને તમામ લોકોમાં એક પ્રકારની પોઝિટિવિટી આવે અને અમારી જે માંગણી છે.તે સરકાર ઝડપથી પૂર્ણ કરે.અમારી જેમ ન્યાય માંગ્યો છે, તેને સરકારે ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી તેને માન્ય રાખીને અમારી મુશ્કેલીનો અંત લાવવો જોઈએ.જેથી કરીને દર્દીઓની પણ સારવાર માટે અમે ઝડપથી જોડાઈ જઈએ.અમે પણ ડોક્ટરો નથી ઈચ્છતા કે, દર્દીઓને વધારે તકલીફ થાય.પરંતુ હવે અમારી પાસે કોઈ બીજા વિકલ્પ નથી.
છેલ્લાં ઘણાં વર્ષોથી ડોક્ટરો દ્વારા સતત રાજ્ય સરકારની સામે ડોક્ટરોને મળતા લાભોને આપવામાં ન આવતાં હોવાની ફરિયાદો કરવામાં આવી હતી.ઘણી વખત હડતાળો પણ કરવામાં આવી હતી.ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યાં હતાં છતાં પણ સરકાર દ્વારા અત્યારસુધી કોઈ સંતોષકારક પગલાં લેવાયાં નથી.