સુરત, તા. 30 મે 2023 મંગળવાર : સુરત સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડની લોબીમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે 8 વાગે હોસ્પિટલના સ્ટાફ નર્સને મોર મૃત હાલતમાં દેખાતા તેમણે RMO ને જાણ કરી હતી.ઘટનાની જાણ બાદ ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી.મોરના મોત પાછળનું તારણ સિવિલના સ્પેશિયલ વોર્ડની અગાસીની ખુલ્લી જાળીમાંથી અંદર આવી ગયા બાદ બહાર નીકળવા જતા જાળી સાથે અથડાયને થયું હોવાનું કઢાઈ રહ્યુ છે.સમગ્ર ઘટના બાબતે ફોરેસ્ટ વિભાગ સહિત તમામ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.