સુરત, તા. 31 માર્ચ : સુરત મહાનગરપાલિકામાં ટેક્સટાઇલ માર્કેટની જમીનની લીઝ અને પાણીના મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ગઈકાલે આક્રમક પ્રદર્શન કર્યુ હતુ.આપના પ્રમુખે ભાજપના પ્રદેશ પ્રમુખને ગુંડા કહેતા મામલો ગરમાયો છે. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ભાજપ અને આપ સામ સામે આવી ગયા છે.બંને પક્ષ દ્વારા આક્રમક વલણ અપનાવતા આગામી દિવસોમાં સુરતમાં રાજકીય માહોલ બગડે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત ટેક્સટાઇલ માર્કેટની જગ્યાનો ભૂતકાળમાં કરેલો ઠરાવ રાતોરાત બદલીને ભાજપ શાસકોએ અબજો રૂપિયાનું કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.મોટા વેપારીઓને રાહત અને નાના લોકોને માથે મોટા પાણીના બીજા સામે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે.ગઈકાલે બજેટની સામાન્ય સભામાં આ મુદ્દે ઠરાવ થવાનો હોય તે પહેલાં જ વિપક્ષે સુધારાની દરખાસ્ત મૂકી હતી. જોકે, કોરોનાના નામે મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઇન કરી દેવામાં આવી હતી જેનો પણ વિરોધ કરાયો હતો.આ મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવીને પાલિકા કચેરીમાં હંગામો કર્યો હતો. આક્રમક વિરોધ દરમિયાન પાલિકાની સિક્યુરિટી અને પોલીસે કરેલા વહેવાર સામે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે.પોલીસે મહિલા કોર્પોરેટર સાથે ગેરવર્તન કર્યું હોવાના વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ એક નિવેદનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને ગુંડા કહી દીધા હતા.આ મુદ્દે હવે હોબાળો શરૂ થયો છે.
ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયામાં ભાજપના પ્રમુખને ગુંડા અને ભાજપનાં કાર્યકરોને બધા જવાના ગેંગ કહેનારાનો જવાબ શું હોય? હા ટપોરીઓને રોડ પર ઉતરી ને જવાબ આપવો જોઈએ? આવા પ્રકારની પોસ્ટ મૂકવામાં આવી છે.આ પોસ્ટ તથા અન્ય પોસ્ટ ઉપર ભાજપ અને વિપક્ષ આક્રમક ટિપ્પણીઓ થઈ રહી છે.જે રીતે હલ માહોલ થઇ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં સુરત શહેરમાં રાજકીય માહોલ બગડે શક્યતા વધી રહી છે.