સુરત, તા. 07 ડિસેમ્બર 2021 : સચિન જીઆઇડીસીમાં આવેલ પારસ એન્ટરપ્રાઇસને ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધેસીધું મીંઢોળા નદીમાં છોડી પ્રદૂષણ ફેલાવવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૂ.૧.૮૩ કરોડ નો દંડ વસુલવા હુકમ કર્યો હતો. સચીન જીઆઇડીસી સુરત ખાતે પ્લોટ નં ૪૪૭ રોડ નં ૪ પર આવેલ મેસર્સ પારસ એન્ટરપ્રાઇસ દ્વારા સરકારી ધારાધોરણો અનુસાર નક્કી થયેલ શુદ્ધિકરણની પ્રક્રિયા વગર જ ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી મીંઢોળા નદીમાં સીધેસીધું નાખવામાં આવી રહેલ હતું.છેલ્લા ૪ વર્ષથી આ કંપનીએ કંપની ચલાવવા માટે જરૂરી આવી કોઈ પણ મજૂરીઓ લીધેલ નહોતી.પર્યાવરણીય સંમતિપત્રક EC અને સીટીઓ (કંસન્ટ ટુ ઓપરેટ) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત વિભાગો પાસે લીધેલ હતી નહીં કંપનીની તમામ ઉત્પાદન કામગીરી જરૂરી મંજૂરીઓ મેળવ્યા વિના જ કરી હતી. તા: ૩૦/૦૮/૨૦૧૯ ના રોજ કંપની દ્વારા ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી સીઈટીપીની મેમ્બરશીપ લીધા વિના સીધેસીધુ મીંઢોળા નદીમાં છોડતા ફરિયાદને આધારે કંપની રંગે હાથ ઝડપાઇ ગયેલ હતી.જે માટે જીપીસીબીએ પાંચ લાખ રૂપિયાનો દંડ અને ૨ લાખની બેન્ક ગેરંટી જપ્ત કરેલ હતી.જે રકમ સામે “કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરીવર્તન ટ્રસ્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જીપીસીબી અને કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ હતો.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસની સુનાવણીમાં આ રીપોર્ટ રજુ થયેલ અને તેના પર ચર્ચા વિચારણા કરી કોર્ટે ૧૨,૫૦૦ પ્રતિદિન લેખે ૧૪૭૦ દિવસના કૂલ રૂપિયા ૧,૮૩,૭૫,૦૦૦/- (એક કરોડ ત્યાંસી લાખ પંચોતેર હજાર) નો પર્યાવરણીય નુકશાન વળતર/દંડ પારસ એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી ૧૨ અઠવાડિયામાં વસુલાત લેવા આદેશ આપેલ છે.