હજીરા પોર્ટ પર આયાતકારોની 500થી વધુ બિલ ઑફ એન્ટ્રી પેન્ડિંગ પડી રહી હોવાથી મેન્યુફેક્ચરર્સના કામકાજ ખોરવાઈ રહ્યા છે,છતાંય કસ્ટમ્સ અધિકારીઓ ટસના મસ થતાં નથી.કસ્ટમ્સના સુપરિન્ટેન્ડન્ટસ આઉટ ઑફ ચાર્જ એટલે કે કસ્ટમ્સના તાબામાંથી માલ મુક્ત કરવાના કાગળો સમયસર એપ્રૂવ કરતાં ન હોવાથી હજીરા બંદર પર અબજોના મૂલ્યના માલ ક્લિયર થયા વિના પડયા રહ્યા છે.
આયાત નિકાસના કામકાજ સાથે સંકળાયેલા કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સનું કહેવું છે કે દિવાળી પછીથી કસ્ટમ્સ અધિકારીઓ બિલ ઑફ એન્ટ્રી રીલીઝ કરવામાં ધાંધિયા કરી રહ્યા છે.પરિણામે 500 જેટલી બિલ ઑફ એન્ટ્રી પેન્ડિંગ પડી છે.પરિણામે આયાતકારોને હજારો ટન માલ કન્ટેનર્સમાં હજીરા પોર્ટ પર જ પડયો રહ્યો છે.કાચો માલ રીલીઝ ન થતો હોવાથી તેમના મેન્યુફેક્ચરિંગના કામકાજ અટકી પડયા છે.
તેની ખાસ્સી અસર વાપીના પેપર ઉદ્યોગ પર અને સુરતના ટેક્સટાઈલ તથા દહેજ અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગ પર ખાસ્સી અવળી અસર પડી રહી છે.સચિન, અંકલેશ્વર,દહેજ અને પાંડેસરાના ઉદ્યોગોની કામગીરી પર પણ અસર પડી રહી છે.
વિદેશથી આયાત કરવામાં આવેલો માલ બંદર પર આવ્યા પછી તેનો કબજો લેતા પૂર્વે બિલ ઑફ એન્ટ્રી મૂકવી પડે છે.ત્યારબાદ બિલ ઑપ એન્ટ્રીનું એસેસમેન્ટ કરવામાં આવે છે.એસેસમેન્ટ થઈ ગયા પચી ડયૂટીનું પેમેન્ટ કરવામાં આવે છે. ડયૂટી ભરાઈ ગયા પછી કોર્ગોની ચકાસણી કરવામાં આવે છે. તેને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.
આ રિપોર્ટને ડેપ્યુટી કમિશનર કાઉન્ટર કર ેછે. બીજા શબ્દોમાં કહીએ તો આ રિપોર્ટની ખરાઈની ચકાસમી ઑડિટર દ્વારા કરવામાં આવે છે.આ ચકાસણી થઈ ગયા બાદ ડયૂટી ભરી દેવી પડે છે.પોર્ટના લેણા જમા થઈ ગયા પછી માલનો કબજો જે તે પાર્ટીને સોંપી દેવામાં આવી ર્યા છે.છેલ્લા સવા મહિનાઓ આ કામગીરી નિયમિત અને નિયમ મુજબ થતી નથી.


