રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે સુરતમાં 10 જેટલી ખાનગી કંપનીઓ દ્વારા પીપીઈ કીટના ઓર્ડર આપ્યા છે.ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં જ માત્ર પ્રતિદિવસ 5 હજાર જેટલી પીપીઇ કીટનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.જે પિયુ કોટેડ પીપીઇ કીટ તૈયાર કરવામાં માટે માત્ર ચાર જેટલા મજૂરો કામ કરી રહ્યા છે.કટિંગ કર્યા બાદ પીપીઇ કિટને સ્ટીચિંગ માટે મોકલવામાં આવે છે.જ્યાં સંપૂર્ણ કીટ તૈયાર થાય છે.
સુરતમાં 10 જેટલી ખાનગી કંપનીઓ દ્વારા પીપીઈ કીટના ઓર્ડર આપ્યા
સામાન્ય રીતે માર્કેટમાં હાલ કીટનો ભાવ જોઈએ તો 450 રૂપિયા સુધીનો છે.જેની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ માત્ર 150ની આસપાસ થાય છે.ઉધના વિસ્તામાં તૈયાર થતી આ કીટનુ એક પિયુ લેયર હોય છે,જે નવ મીટર નું હોય છે.જેમાંથી ત્રણ પીપીઇ કીટ તૈયાર કરવામાં આવી રહી છે.


