નેત્રદાન અંગે જાગૃતિ આવે તે માટે તા.25 -8- 2021 થી તા.8-9- 2020 સુધી નેત્રદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવનું આયોજન કરાયુ છે.સુરતમાં 39,972 ચક્ષુદાતાઓ તરફથી થયેલા ચક્ષુદાનનાં કારણે 42,451 વ્યક્તિઓને રોશની મળી છે.સુરતમાં કોરોના કાળમાં ચક્ષુદાન કરવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો હતો છતાં ગુજરાતમાં સુરત ચક્ષુદાનમાં અવ્વલ છે.
લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે નેત્રદાન અંગે ગુજરાતમાં સુરત મોખરે છે. છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે.સુરતની લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક શરૃ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સુરત સહિતના વિસ્તારના 39,972 વ્યક્તિઓ પાસેથી 75,989 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. જેમાં42,451 વ્યક્તિઓને રોશની આપી આપી નવું જીવન બક્ષ્યું છે.ગુજરાતમાં સુરત બાદ ભાવનગર,અમદાવાદ અને અમરેલીના વ્યકિતઓ ચક્ષુદાન કરવામાં આગળ પડતા રહે છે.જયારે કોરોનાનાં લીધે સુરતમાં ચક્ષુદાન કરનારાની સંખ્યામાં 50 ટકા ઘટાડો નોધાયો છે.રાષ્ટ્રીય અંધતવ્ય નિવારણ અને દ્રષ્ટી ખામી નિવારણ માટે 15 દિવસ સુધી લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ગુજરાત ભરમાં યાત્ર કરીને આંખ અંગે જાગૃતિ માટે અભિયાન શરૃ કર્યુ છે.જેમાં સૌરાષ્ટ્ર,કચ્છ,નોર્થ ગુજરાત,સેન્ટ્રલ ગુજરાત,સાઉથ ગુજરાતમાં જઇને જાગૃતિ ફેલાવાશે.