સીએમ વિજય રૂપાણીએ સુરતની મુલાકાત લીધી.જેમાં તેઓએ GJEPCના એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપીને હીરા ઉદ્યોગકારોને એવોર્ડ એનાયત કર્યા.આ કાર્યક્રમમાં સુરત સહિત દેશના વિવિધ હીરા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં 42 ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામા આવ્યા.આ કાર્યક્રમમાં ગુજરાત જીજેઇપીસીના ચેરમેન કોલીન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાની પણ હાજર રહ્યા હતા.
આ એવોર્ડ કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ કોરોના અંગે જણાવ્યું કે જ્યારે બીજી લહેર વખતે બધા હેરાન હતા આખું વિશ્વ જયારે થંભી ગયું હતું,ત્યારે પણ જેમ્સ એન્ડ જ્વેલરી ધબકતું રહ્યું. 67 હજાર કરોડની જવેલરી એકસપોર્ટ થઈ છે.