હજારો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે,અનેક લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે ત્યારે હરખ પદુડા બનેલા ભાજપના કેટલાક કાર્યકરોએ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સ્વાગત અર્થે સુરતમાં કાર રેલી નું આયોજન થતાં સોસિયલ મિડિયામાં તેનો જોરશોરથી વિરોધ શરૂ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટર મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલના સુરત આગમન પર ભવ્ય કાર રેલીનું આયોજન થયું છે.જેમાં મોટી સંખ્યામાં લોકોને ફોરવીલર સાથે ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપતું પોસ્ટર સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી અને અન્ય ધારાસભ્ય જંખના પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યું છે.ત્યારે આ બંને નેતાઓએ કરેલી પોસ્ટની નીચે કોમેન્ટમાં પણ મોટાભાગના લોકો કાર રેલી નો વિરોધ કરી રહ્યા છે.
આ પોસ્ટરમાં કાર રેલી ના કેટલાક નિયમો પણ દર્શાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ ખડો થાય છે કે શું આ તમામ નિયમોનું કાર રેલી દરમિયાન પાલન થઈ શકશે ખરા? જો આ નિયમોનો ભંગ થશે તો એના માટે જવાબદાર કોણ? નિયમોનો ભંગ થતાં કોરાના નું સંક્રમણ વધશે તો એના માટે દોષી કોણ?
કાર રેલી માટે દર્શાવેલા નિયમો…
– સ્વાગત કાર્યક્રમમાં કાર રેલી નું આયોજન કરવામાં આવેલ છે જેમાં કાર્યકર્તાઓએ પોતાની ફોરવીલર ની બહાર નીકળવું નહીં.
– ફોરવીલર માં દરેક વ્યક્તિઓ એમાં ફરજીયાત પહેરવું
– ફોરવીલર માં સીટ બેલ્ટ ફરજિયાત લગાવો
– social distancing ના નિયમોનું પાલન કરવાનું રહેશે
– કાર રેલી દરમિયાન કોઈએ પણ ઓવરટેક કરવું નહીં
– એક ગાડીમાં વધુમાં વધુ ૪ વ્યક્તિ જ બેસી શકશે.
આ કાર રેલીનું આયોજન 24મી જુલાઈ શુક્રવારની સવારે 11:00 વાગે સુરત એરપોર્ટ સુરત ડુમ્મસ રોડ ખાતે કરવામાં આવેલ છે.
AAP નેતા રામ ધડૂકે શુ કહ્યું ? વાંચો…
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા રામ ધડૂકે જણાવ્યું હતું કે એક પોલિટિકલ પાર્ટી જ્યારે લોકોને નિયમો ફોલો કરવા માટેની વાત કરતી હોય ત્યારે જાતે જ તેનો ભંગ કરવાનું આયોજન કરે તે યોગ્ય ન ગણાય.સામાન્ય વ્યક્તિ પાસેથી જ્યારે 200 રૂપિયા જેટલો માસ્કનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ત્યારે આવી મહામારી ના સમયમાં આવા રાજકીય કાર્યક્રમો કરવા એ સરકારની ગાઇડલાઇન પ્રમાણે બિલકુલ વ્યાજબી ન ગણાય.ગાડીમાં ચાર વ્યક્તિ બેસવાને લઇને તેમણે જણાવ્યું હતું કે આમાં કલમ ૧૪૪ નો સરેઆમ ભંગ થઇ શકે છે તેથી આવા કાર્યક્રમો માટે તંત્રએ જ પરમિશન ન આપવી જોઈએ.
કાર રેલીને લઈ ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાએ શુ કહ્યું ? જાણો..
ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી આર પાટીલ આર પાટીલ ના સ્વાગત માં સુરતમાં યોજાનાર કાર રેલીને લઇને લઇને સુરત શહેર ભાજપ પ્રમુખ નિતીન ભજીયા વાલા ને પૂછતાં ને પૂછતાં વાલા ને પૂછતાં ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કાર રેલી માટે મંજૂરી માંગેલી છે છે જો મંજૂરી મળશે તો જ કાર્યક્રમ થશે.આમ તેમણે તેમની સ્પષ્ટ ભૂમિકા રજુ કરવાને બદલે ‘નરો વા કુંજરો વા’ જેવો જવાબ આપવાનો જ ઉચિત માન્યું હતું.
સુરત નગર સેવક દિનેશ કાછડીયાએ કર્યો વિરોધ.
અમદાવાદ શહેર માટે નરેન્દ્ર મોદીની ઘેલછાને પોષતો કાર્યક્રમ ‘નમસ્તે ટ્રમ્પ’ જે રીતે ઘાતક બન્યો એવી જ રીતે ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સ્વાગત રેલી સુરત માટે ઘાતક બની શકે છે.કોરોના મહામારીની ચરમસીમાએ આવા કાર્યક્રમો યોજીને ભાજપના બેરહેમ નેતાઓ એ સાબિત કરી રહ્યા છે કે પોતાની રાજકીય પ્રસિદ્ધિની રાક્ષસી ભૂખ સામે નાગરિકોનાં જીવનનું કોઈ મૂલ્ય નથી.આ નૃશંસ સત્યને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.
સુરતના જાગૃત નાગરિકોએ PM કાર્યાલયને કર્યા મેઇલ, જાણો શુ મળ્યો જવાબ..
આગામી ૨૪ જુલાઈના રોજ સુરત ખાતે યોજાનારી ભાજપ ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટીલ સન્માનની કાર રેલીને લઇને કોરોના ની આ વિપરીત પરિસ્થિતિમાં વધારે સંક્રમણ ન ફેલાય તે અર્થે જાહેર જનતાના હિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયને સુરતના જાગૃત લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલયે પણ સુરતના યુવાનોની આ ફરિયાદની નોંધ લીધી છે એવું અંડર સેક્રેટરી પંકજ દવે દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પરથી જાણવા મળ્યું છે.


