By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 35 લાખ રોકડા,1 કિલો બુલિયન ગોલ્ડ મળ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 35 લાખ રોકડા,1 કિલો બુલિયન ગોલ્ડ મળ્યું
GeneralSurat

સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 35 લાખ રોકડા,1 કિલો બુલિયન ગોલ્ડ મળ્યું

HM News
Last updated: 23/10/2020 7:53 AM
HM News
5 years ago
Share
SHARE

– તપાસના પહેલાં દિવસે જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી.
– મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે.
– મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યાર સુધી આઠથી નવ વર્ષમાં 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે

સુરત :ITના સમન્સ મળ્યાં બાદ ટ્વિટર પર સુરતના કલામંદિર જ્વેલર્સ પર મની લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલાં દરોડા (IT raid) ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે.નોટબંધી દરમિયાન બ્લેકના વ્હાઇટ થયા હોવાના સવાલો ઊભા કરનાર શર્મા હવે જાતે જ મની લોન્ડરિંગ અને શેલ કંપનીના ઘેરામાં આવી ગયા છે.તપાસના પહેલાં દિવસે જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી છે.

કાળા નાણાં સામે પીએમ મોદી સુધી ફરિયાદ કરનાર પીવીએસ શર્મા ખુદ લપેટામાં આવ્યા છે. પહેલા દિવસની તપાસમાં શર્માની 10 મિલકતો મળી છે. જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે.અત્યાર સુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત બિલ્ડર ભરત શાહ સાથે પણ એક કન્સ્ટ્રકશન કંપનીમાં તેઓ જોડાયેલા છે.આથી તપાસનો રેલો તેમની સુધી પણ પહોંચ્યો છે. એક કિલો સોનું પણ મળ્યું છે.દરોડા દરમિયાન કૌશલ ખંડેલીયા સાથે પણ અધિકારીઓની ચકમક ઝરી હતી.તેને ત્યાંથી એક કિલો બુલિયન,35 લાખ કેસ અને એફડીના દસ્તાવેજ મળ્યાં છે.

મુંબઇની કુસુમ સિલીકોન કંપનીમાં પીવીએસ શર્મા નોકરી બતાવી છે.જે કંપનીમાં તેઓ વર્ષ 2011થી જોડાયેલાં બતાવાયેલાં છે.મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યાર સુધી આઠથી નવ વર્ષમાં 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે.અધિકારીઓ કહે છે કે,મુંબઇની કંપનીમાં તપાસ ચાલુ છે.સ્ટાફ શર્મા કોણ છે એ પણ ઓળખતા નથી. કંપની શું કરે છે,શર્મા સુરતમાં રહેતા હોય પગાર કંઇ બાબતનો ચૂકવવામાં આવે છે તેની તપાસ થઈ રહી છે.આ ઉપરાંત કુસુમ ડાઇકેમન નામની પણ એક કંપની મળી છે.જેની પણ તપાસ ચાલી રહી છે.આ કંપનીના માલિક કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના પાર્લેપોઈન્ટ સ્થિત ઘરે પણ દરોડા પડાયા છે.જ્યારે PVS શર્મા જે CA હતા તેમની ત્યાં પણ આયકર વિભાગની ટિમ રિગરોડ પર આવેલ એમ્પાયર બિલ્ડીંગમાં ચીંથ માળે રેડી કરવામાં આવી.ત્યાંથી પર કેટલાક કાગળો અને PVS શર્મા ને લગતા દસ્તાવેજો મળી આવ્યા હોવાની વાત સામે આવી છે.

ત્રણ દિવસ પહેલા પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીમાં કલામંદિર જ્વેલર્સ અને આઇટીના અધિકારીઓએ મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું હોવાના આરોપ સાથે પીએમ મોદી પાસે સીબીઆઇ તપાસની માંગ કરી હતી,આ મામલે હવે આઇટી વિભાગે શર્માના નિવાસસ્થાને જ દરોડા કરી દીધા છે,તેમને દબાવી દેવાના ઉદ્દેશથી કામગીરી કરાઇ હોવાના આરોપ છે,તેઓ ગઇકાલે ઘરની બહાર ધરણાં પર બેસી ગયા હતા.પરંતુ શર્મા પાસેથી અંદાજે 40 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવતા આઇટી વિભાગ પણ ચોંકી ગયો છે.જે અધિકારીએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે તે જ અધિકારી પાસે આટલી મોટી સંપત્તિ કંઇ રીતે બની ગઇ તે સૌથી મોટો સવાલ છે.તપાસમાં સામે આવ્યું છે કે મુંબઇની કુસુમ સિલિકોન કંપનીમાંથી મહિને તેમને દોઢ લાખ રૂપિયા પગાર મળે છે.તેમને પાસે 10 મોટી પ્રોપર્ટી હોવાનું પણ સામે આવ્યું છે. તેમના ઘરેથી મળેલા દસ્તાવેજો પરથી માહિતી મળી છે કે તેઓ અને તેમના પત્ની પ્રજાપતિ એન્ડ કન્સ્ટ્રકશન કંપનીમાં ડિરેક્ટર છે. આ કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. કંપનીમાં ભરત શાહ અને ધવલ શાહ પણ શેરહોલ્ડર છે.કંપનીની ઉંડી તપાસ થઇ રહી છે.ઉપરાંત કુસુમ ડાઇકેમ નામની એક કંપની મળી છે તેની પણ તપાસ ચાલી રહી છે કે શર્માનો આ કંપનીમાં શું રોલ હતો.ઉપરાંત સંકેત મીડિયા કંપનીમાં પણ તપાસ ચાલી રહી છે.

સુરત આવકવેરાની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા બુધવારે મોડી રાત્રે પૂર્વ આવકવેરા અધિકારી અને સુરત ભાજપના અગ્રણી નેતા વેંકટ સત્યનારાયણ શર્મા પુષ્પમર્તિ (પી.વી.એસ. શર્મા ) પર કલમ 131 હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. શર્માના પીપલોદ ફોર સિઝન ખાતેના લક્ઝુરીયસ ફ્લેટ તેમજ તેઓ જે કંપનીમાંથી દોઢ લાખનો માતબર પગાર મેળવે છે મુંબઈની તે કુસુમ સીલીકોન કંપનીના મુંબઈ-થાણેના ઓફિસ, ફેક્ટરી, ગોડાઉન,કંપનીના માલિકો કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના સુરત પાર્લેપોઈન્ટના બ્રિજવાટીકા એપાર્ટમેન્ટ ખાતેના નિવાસ સ્થાન,શર્મા જે કંપનીનામાં ડિરેક્ટર છે તે શાહ-પ્રજાપતિ એન્ડ કાું.ના ભાગીદારો ધવલ શાહનું આરટીઓ પાસે શિખાક્ષિલા ખાતેના નિવાસસ્થાન, ઘોડદોડ રોડ પરના સરગમ હાઉસ ઓફિસ, ઉપરાંત શર્માના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અડુકીયાના ઓફિસ,નિવાસસ્થાન મળી કુલ 12 ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા 50થી વધુ અધિકારીઓની સ્ટ્રેન્થ સાથે તપાસ કરવામાં આવી રહી છે.તપાસ લંબાય તેમ હોય રાજકોટ,વડોદરા અને અમદાવાદથી વધુ અધિકારીઓને તપાસમાં સામેલ કરવા તેડાવ્યા છે.તપાસના પ્રાથમિક તબક્કામાં કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના ઘરેથી 45 લાખ રોકડ, 1 કિલો સોનું, 35 લાખની એફડી મળી આવી છે.

આ ઉપરાંત 10 બેન્ક એકાઉન્ટ અને 3 લોકર સીઝ કરાયા છે.શર્મા અને તેની પત્ની અન્નપૂર્ણા દ્વારા બજારમાંથી લેવાયેલી રૂપિયા 6.50 કરોડની લોન તથા અંદાજે 80 કરોડની મિલકતોના દસ્તાવેજોની ઉલટતપાસ કરવામાં આવી રહી છે.પિવીએસ શર્મા ના ઘરેથી આઇટી વિભાગને 3.5 લાખ રોકડ તેમજ ફ્લેટનો 3.5 કરોડ નો દસ્તાવેજ મળ્યો છે.જેની કિંમત આઇટી દ્વારા 7 કરોડની હોવાની અનુમાન છે.

શર્માના ઘરે રેડ પડતા તેઓ વિરોધમાં રસ્તા પર આવી બેસી ગયા હતા.

તપાસ અંગે મળતી વધુ માહિતી અનુસાર સુરત આવકવેરાની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા ગઈ તા. 1 ઓક્ટોબર 2020ના રોજ પી.વી.એસ.શર્માને તેમની આવક તથા મિલકતો અંગે ખુલાસો કરવા એક સમન્સ મોકલાયું હતું.આ સમન્સ સંબંધે તા. 9 ઓક્ટોબરના રોજ શર્માએ જવાબ મોકલાવ્યો હતો,જેમાં પોતે સોશિયલ વર્કર અને પબ્લીક ફિગર હોય સમન્સને પડકાર્યો હતો અને સમન્સ પાછળ કોઈ છૂપો બદઈરાદો હોઈ સીબીઆઈ અને પોલીસ તપાસ કેમ નહીં થવી જોઈએ તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.

પૂર્વ આવકવેરા અધિકારીના આ પ્રકારના જવાબથી આવકવેરાના ઉચ્ચ અધિકારીઓ રોષે ભરાયા હતા.ઈતિહાસમાં ક્યારેય આવો જવાબ મળ્યો નહોતો. ઉપરાંત 9 ઓક્ટોબરે જ શર્મા દ્વારા સુરત આવકવેરાની કામગીરી પર આક્ષેપો કરતા ટ્વીટ કરાયા હોય સમગ્ર ડિપાર્ટમેન્ટ ગુસ્સે ભરાયું હતું. અમદાવાદ ડીઆઈની સૂચનાથી સુરત ડીઆઈ અનિલ ભારદ્વાજ દ્વારા રેઈડ પ્લાન કરાઈ હતી અને સુરતના અધિકારીઓ વિના અમદાવાદ,વડોદરાના અધિકારીઓને બોલાવી તપાસ શરૂ કરાઈ છે.
અધિકારી સૂત્રોએ કહ્યું કે, શર્મા દ્વારા કુસુમ સીલીકોન પાસેથી વર્ષે 18 લાખ પગાર અને કમિશન મળી કુલ 90 લાખ રૂપિયા લેવાયા હોવાનું દર્શાવ્યું છે.પરંતુ કંપનીના સ્ટાફે શર્માનો ચહેરો પણ જોયો નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ ઉપરાંત શાહ એન્ડ પ્રજાપિત કંપનીમાં પોતે ડિરેક્ટર હોય તો કંપની દ્વારા શું કામકાજ થતું હતું તે સવાલ છે.

કુલ રૂપિયા 1 લાખનું શેર્સ હોલ્ડિંગ ધરાવતી આ કંપનીમાં કેશ હોલ્ડીંગ 2.25 કરોડનું હોય અધિકારીઓ ચોંક્યા છે.મનીલોન્ડરીંગના ઈરાદે શાહ એન્ડ પ્રજાપતિ કંપની ઉભી કરાઈ હોવાની આશંકા છે.જોકે,જાણકારો કહે છે કે શાહ એન્ડ પ્રજાપતિ કંપની લાંબો સમય પહેલાં જ બંધ થઈ ગઈ છે.આઈટીસી ખાતેની તેની ઓફિસ પણ વેચાઈ ગઈ છે.હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે,પરંતુ શર્મા સાથે જે ઉદ્યોગકારો ભેરવાયા છે તે જોતાં આગામી દિવસોમાં ચોંકાવનારી હકીકતો બહાર આવે અને વધુ લોકો સુધી તપાસનો રેલો જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રૂ. 110 કરોડની ડિપોઝીટમાં માત્ર 80 લાખ ટેક્સમાં સેટલમેન્ટ કેવી રીતે શક્ય બને ?, આ તે કેવો ભ્રષ્ટાચાર….!!!
Next Article અમદાવાદ : સરકારી શાળામાં પડ્યો હતો લાખો રૂપિયાનો દારૂ, વિદ્યાર્થીઓને ખબર પડી અને…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up