માંગરોળ : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે રવિવારના રોજ બાતમી આધારે માંગરોળ તાલુકાના છમુછલ ગામની એક ખોલીમાં રેડ કરી હતી જ્યાંથી પોલીસને 105 પેટી જુદીજુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા પોલિસે આ 105 પેટી જેની કિંમત 5,72,400 નો મુદ્દામાલ કબ્જે કરી કિશોરભાઈ ગોમાનભાઇ પટેલ અને વિપુલ ઉર્ફે દિપક પટેલ નાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે