By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : Remdesivirની કાળા બજારીમાં મોટો ઘટસ્ફોટ, ‘મારા પિતરાઈએ મને ઇન્જેક્શન આપ્યા હતા, મને કોઈ જાણકારી નથી’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : Remdesivirની કાળા બજારીમાં મોટો ઘટસ્ફોટ, ‘મારા પિતરાઈએ મને ઇન્જેક્શન આપ્યા હતા, મને કોઈ જાણકારી નથી’
GeneralSurat

સુરત : Remdesivirની કાળા બજારીમાં મોટો ઘટસ્ફોટ, ‘મારા પિતરાઈએ મને ઇન્જેક્શન આપ્યા હતા, મને કોઈ જાણકારી નથી’

HM News
Last updated: 25/07/2020 11:04 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસથી સંક્રમિત સારવાર લઇ રહેલા દર્દી માટે સૌથી વધુ જરૂર એવા ઈન્જેકશન રેમડેસિવીરને લઈને કાળા બાજારી કરવામાં આવતી હોવાને લઈને બે દિવસ પહેલા વધુ એક કૌભાંડ ઝડપાયું છે.ત્યારે આ કૌભાંડમાં સુરતથી ઝડપાયેલા યુવાને પોતે નિદોર્ષ હોવાની સાથે પોતાના પિતરાઈ ભાઈએ આ ઈન્જેકશન આપવાનું કીધું હતું.જોકે સુરતના આ યુવાનનાં પકડાયા બાદ આ કૌભાંડનાં તાર સુરત થી અમદાવાદ અને હવે આ તાર બાંગ્લાદેશ સુધી પહોચી ગયા છે.આ ઇન્જેક્શન મામલે ઝડપાયેલા યુવકે જણાવ્યું હતું કે પોતે કાળાબઝારીમાં શામેલ નથી અને પિતરાઈએ આપેલું ઇન્જેક્શન આપવા માટે ગયો હતો.

કોરોના મહામારી વચ્ચે કોરોના સારવાર લેતા દર્દી માટે ઓક્સિજનની તકલીફ હોવાની તબીબો દ્વારા દર્દી ને ઈન્જેકશન આપવામાં આવતું હોય છે જોકે આ ઈન્જેકશન શોર્ટેજ હોવાને લઈને તેની કાળા બજારી કરવામાં આવતી હોવાને લઈને સરકાર દ્વારા પહેલા સુરતમાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતું.જોકે ત્યાર બાદ સુરતમાંથી નકલી ઈન્જેકશનનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતું.અને હવે વધુ એક કૌભાંડ સુરત ખાતેથી સુરત ફૂડ અને ડ્રગ વિભાગ ઝડપી પાડી ગતરોજ સત્તાવાર જાહેરાત કરી હતી ત્યારે આ સમગ્ર કૌભાંડમાં સુરત વરાછા વિસ્તરમાં રહેતા એક યુવાન કાળા બજારી કરતા અમદાવાદના એક યુવાન દ્વારા ઈન્જેકશન આપવાની વાત કરતા આ યુવકે સુરત ફૂડ અને ડ્રગ વિભાગ સાથે રાખીને દરોડા પાડ્યા હતા.

જોકે ઈન્જેકશન આપવા આવેલા સુરતના ડભોલીના યશની અટકાયત કરી પુછપરછ કરતા આ ઈન્જેકશન તેના પિતરાય ભાઈ સંદીપ જે અમદાવાદ ખાતે રહે છે તેને આપવા માટે કહ્યું હતું જોકે ત્યારબાદ આ મામલે તપાસ અમદાવાદ અને ત્યાંથી અનેકના નામ ખુલવા સાથે બાંગ્લાદેશ સુધી તેનું નેટવર્ક પહોચી ગયું હતું.

જોકે આજે જયારે ન્યૂઝ 18 ગુજરાતીની ટિમ યશ સંપર્ક કર્યો હતો ત્યારે તે વિધાર્થી છે અને પિતરાઈ ભાઈ તેને ઈન્જેકશન આપીને ગયો હતો અને ફોન કરું ત્યારે આ ઈન્જેકશન હું કહેવું તેને આપી જવા માટે કહ્યું હતું, અને પાર્થ ઈન્જેકશન આપવા જતા ઝડપાઇ ગયો હતુ જોકે તેને ફૂડ અને ડ્રગ વિભાગને જાણકારી આપી કૌભાંડ બહાર લાવા માટે મદદ કરતા હાલમાં તેને મુક્ત કર્યો છે.પણ પોતાના પિતરાઈ ભાઈની વાતમાં આવી જતા આ કૌભાંડમાં ફસાઈ ગયાનું વાત કરી હતી ત્યારે હવે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં અનેક નવા ખુલાસા આગામી દિવસ કરવામાં આવશે ત્યારે આ ઈન્જેકશન 3 ગણી કિંમતે વેચવામાં આવતા હોવાનો ખાટસ્ફોટ આરોપીની પૂછપરછમાં બહાર આવ્યો છે.

આ મામલે યશ નામના યુવકે જણાવ્યું કે ‘મારો પિતરાઈ ભાઈ મને ઇન્જેક્શન આપ્યું હતું. તેણે મને જણાવ્યું હતું કે ‘મેં જીવનમાં ખોટું કર્યુ નથી. મને અમદાવાદ રહેતા પિતરાઈએ ઇન્જેક્શન આપ્યું હતું અને તે કહે તેને આપવા માટે કહ્યું હતું. હું તો બીબીએનો વિદ્યાર્થી છું.’

સાહેબે બહુ પ્રયત્ન કર્યા, પણ મંત્રીજી કે PA એ સામે ન જોયું
‘ભાજપ કો સન્મતિ દે ભગવાન’, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા-બોલાવી રામધૂન
મુંબઇના અદાણી એરપોર્ટ પર શિવ સૈનિકોએ કરી ભાંગફોડ
સોનમ કપૂરના ઘરમાંથી 2.4 કરોડના ઘરેણા અને દાગીનાની ચોરી
અમદાવાદ શાહપુરમાં પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરૃં : DCP ધર્મેન્દ્ર શર્મા
Share This Article
Facebook Email Print
Previous Article બે વર્ષ પહેલા CAG વર્ષમાં સોંપતી હતી ૧પ૦ ઓડિટ રીપોર્ટઃ હવે થયો પ૦ ટકાનો ઘટાડો
Next Article ચાઈનીઝ મોબાઇલના વેચાણમાં સૂચક ઘટાડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up