By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત SEZ સ્થિત યુનિવર્સલ ડાયમંડમાં બોગસ એક્સપોર્ટ કૌભાંડ : DRIના દરોડામાં 100 કરોડના હીરા મળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત SEZ સ્થિત યુનિવર્સલ ડાયમંડમાં બોગસ એક્સપોર્ટ કૌભાંડ : DRIના દરોડામાં 100 કરોડના હીરા મળ્યા
GeneralSurat

સુરત SEZ સ્થિત યુનિવર્સલ ડાયમંડમાં બોગસ એક્સપોર્ટ કૌભાંડ : DRIના દરોડામાં 100 કરોડના હીરા મળ્યા

HM News
Last updated: 31/05/2021 6:04 AM
HM News
4 years ago
Share
SHARE

– 23 વર્ષીય મીત કાછડિયાએ ફેબ્રુઆરીમાં કંપની ઉભી કરી હતી, કૌભાંડમાં મોટા ઉદ્યોગકારની સંડોવણી હોઇ શકે
– 60 કરોડના બે કન્સાઈન્મેન્ટ પકડાયા, 25 કન્સાઈન્મેન્ટ વિદેશ મોકલી દેવાયા હોવાનો ખુલાસો

સુરત : ડીઆરઆઇ અને કસ્ટમના એક સંયુક્ત ઓપરેશનમાં સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી યુનિર્વસલ ડાયમંડ કંપનીમાંથી સિન્થેટિક ડાયમંડ સાથે ભેળવીને નેચરલ ડાયમંડ હોંગકોંગ એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ ડાયમંડના બે કન્સાઇન્મેન્ટ સિઝ કર્યા હતા.જેની કિંમત 100 કરોડથી વધુની છે.તપાસમાં બહાર આવ્યુ હતુ કે કંપની ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ કરવામાં આવી હતી.

આ કંપનીના કાગળ પરના કર્તાધર્તાએ કુલ 25 કન્સાઇન્મેન્ટ વિદેશ મોકલી આપ્યા હતા.જેની અંદાજિત કિંમત રૂપિયા 600 કરોડથી વધુ છે.હાલ, ડીઆરઆઇ અધિકારીએ ફરાર થઈ ગયેલાં 23 વર્ષીય મીત કાછડિયાને શોધી રહ્યા છે જેણે આ કંપનીની શરૂઆત કરી હતી.અલબત્, પડદાં પાછળ હીરા ઉદ્યોગમાંથી જ કોઈ મોટુ માથુ સંડોવાયેલું હોવાની શંકા છે કેમકે જે ડાયમંડ એક્સપોર્ટ કરાયા છે તેમાંથી કેટલાંક મોટા ડાયમંડ છે જેમાં એક ડાયમંડની કિંમત એક કરોડની છે.લોકલ માર્કેટમાંથી આટલાં કિંમતી ડાયમંડ કોઈ નાનો કારીગર કે પેઢી આપી ન શકે એવી ગણતરી ડીઆરઆઇ અધિકારીઓની છે.

હવાલા કૌભાંડમાં ઓવર વેલ્યુએશન હોય છે, પણ આ કેસમાં હીરાની ઓછી કિંમત બતાવાઈ

એક શક્યતા એવી છે કે નેચરલ ડાયમંડની ડ્યૂટી ન ભરવી પડે તે માટે આ કંપની ચાલુ કરાઇ હતી. SEZમાંથી એક્સપોર્ટ થતા માલ પર કોઈ ડયુટી લાગતી નથી. જેનો ફાયદો આ કેસમાં ઉઠાવવામાં આવ્યો.સિન્થેટિક ડાયમંડની સાથે નેચરલ ડાયમંડ હોંગકોંગ મોકલાતા હતા.સામાન્ય રીતે ઓવર વેલ્યુએશન કરીને હવાલા રેકેટને અંજામ અપાય છે.કાગળ પર માલની કિંમત મોટી હોય તે માલ ઇમ્પોર્ટ કરાય અને તેનું પેમેન્ટ ચૂકવવા માટે બેન્કિંગ ચેનલ મારફત જ રકમ મોકલી આપવામાં આવે છે. આ કેસમાં અન્ડર વેલ્યુએશન છે,માલની કિંમત ઓછી બતાવાઈ છે.એક થિયરી એવી પણ છે કે ઇન્કમ ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સિન્થેટિક ડાયમંડ સાથે નેચરલ ડાયમંડ મુકીને એક્સપોર્ટ કરી દેવાયા છે.આ બંને હીરાઓની વચ્ચે કિંમતમાં 10થી 90 ટકાનો ફેર પડતો હોય છે.જોકે અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે.

મીત એન્ડ કંપનીએ નેચરલ ડાયમંડ હોંગકોંગમાં સાગરિતોને વેચવા માટે પણ મોકલ્યા હોવાની એક શક્યતા છે.સીધી પદ્ધતિથી જો આ નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરી વેચાણ કરવામાં આવે તો સ્થાનિક ડ્યૂટી તથા ફોરેનમાં પણ ટેક્સિસ ચૂકવવા પડતા હોય છે જેનાથી બચવા આ કૌભાંડ કરાયાની શક્યતા છે.

મહુવામાં આદિવાસી સમાજનું વિરોધ પ્રદર્શન, અભદ્ર ટિપ્પણી કરનાર નાયબ કલેક્ટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો નોંધવાની માંગ કરી
સુરતમાં મહાનગર પાલિકા દ્વારા જર્જરિત ઈમારતોને નો સર્વે કરી તેને તોડવાની નોટિસ અપાઇ
ભગવાન મોકો આપશે તો બધી મદરેસાઓ બંધ કરાવી દઈશ, યુપીના મંત્રીનુ વિવાદિત નિવેદન
સંબંધ ન બાંધવા દે તો ટીમમાંથી કાઢવાની ધમકી આપતો હતો, કબડ્ડી કોચને આજીવન કેદ
બારડોલીમાં ત્રણ ઇસમો રસ્તા વચ્ચે એક યુવકને છાતીમાં ગોળી મારી થયા ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, HCએ અરજીકર્તાને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ
Next Article ગુજરાતમાં ‘દારૂબંધી’ માત્ર એક ‘નાટક’ 1960 થી કાયદો અમલી બન્યો પણ ‘વચેટિયા’ કરોડો કમાતા રહ્યા છે !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up