સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા APMC ખાતે જુગારધામ પકડાયું છે. 10,77,610 રૂપિયા મુદામાલ સાથે 6 જુગાર રમતાં ઝડપાયા છે.ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમવાની બાતમી મળતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડા પાડતાં 6 જુગારીઓ ઝડપાયા છે.જેમાં ધ્રાંગધ્રા ભાજપ સંગઠન ગામ્ય ઉપમુખ લલિતભાઈ માધાભાઈ મેથાણીયા (પટેલ) અને ધ્રાંગધ્રા તાલુકા સીતાપુર પંચાયતના સદસ્ય અરવિદભાઈ નરસીભાઈ પટેલ ઝડપાયા છે.
ભાજપના હોદ્દેદારો જુગારમાં ઝડપાતા રાજકારણ ગરમાયું છે.ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાજપના હોદ્દેદારોના ટોળા ઉમટ્યા હતા.ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમતાં 6 જુગારીઓ ઝડપાયા છે.