By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્ફોટકનો જથ્થો ત્રીજી વાર ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્ફોટકનો જથ્થો ત્રીજી વાર ઝડપાયો
GeneralGujarat Now

સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્ફોટકનો જથ્થો ત્રીજી વાર ઝડપાયો

HM News
Last updated: 16/04/2022 6:56 AM
HM News
3 years ago
Share
SHARE

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં ખારવા ગામની સીમમાંથી એસ.ઓ.જી પોલીસની ટીમે બાતમીનાં આધારે દરોડો પાડયો હતો.ત્યારેે વિસ્ફોટકનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.જિલ્લામાં છેલ્લા પખવાડીયામાં આવી ત્રીજી ઘટના સામે આવી છે.જીલેટીન, ડિટોનેટર અને ડાયનેમો સહિત કુલ રૃા.૪૫૦૦ નો મુદામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટક જથ્થો રાખતા તેમજ વેચાણ કરતા તતવો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસતંત્ર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.જેના ભાગ રૃપે બાતમી મળી હતી કે,ખારવા ગામ ગોમટાના માર્ગની સીમમાં મગનભાઈ પટેલની વાડીમાં કૂવો ખોદવાનું કામ ચાલુ હોઈ તેમાં વિસ્ફોટકનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.તેના આધારે દરોડો પાડી મુળી રાજસ્થાનનાં ડુંગરખેડા ગામના હાલ ખારવા ગામની સીમમાં રહેતા રામસિંહ ઉર્ફે રામ ભવરસિંહ ચૌહાણ નામનાં શખ્સને ગેરકાયદે જીલેટીનના ૫૬ ટોટા, ૮ નંગ ડિટોનેટર, એક ડાયનેમો સહિત મળી કુલ રૃા.૪૫૦૦ નો મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.તે અંગે પુછપરછ કરતા આરોપીએ બોટાદના રેવાનગર ખાતે રહેતા ચેતનભાઈ ડાયાભાઈ રાવલ (ટોટાવાળા) પાસેથી વિસ્ફોટકનો આ જથ્થો ખરીદ કર્યો હોવાનું જણાવતા બન્ને શખ્સો વિરૃધ્ધ વઢવાણ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં જ ગેરકાયદે વિસ્ફોટકનો જત્થો ઝડપાયાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

પ્રતિબંધોથી ફરી એક વાર ટ્રાંસપોર્ટ સેક્ટર ભાંગી પડ્યું, દરરોજ થઈ રહ્યુ છે 315 કરોડનું નુકસાન
કોંગ્રેસ પણ ભાજપના વાદે : કલોલના MLA બળદેવ ઠાકોરે નિયમોના ધજાગરા ઉડાવ્યા
લોકો ભૂખે મરતા હતા ત્યારે કરોડો ખર્ચીને તાજ મહેલ બનાવ્યો, મોગલો પર ભડકયા ગીતકાર મનોજ મુન્તશીર
ક્યાં છે મંદી ? સુરતના અલથાણ વિસ્તારમાં થયો 510 કરોડનો સૌથી મોંઘો સોદો : જાણો કોણે કરી ડીલ
રાણા દંપતીની જામીન અરજીની સુનાવણી કોર્ટે આજ પર મોકૂફ રાખી
Share This Article
Facebook Email Print
Previous Article જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા નડિયાદ, ખંભાતના કર્મીઓની માગ
Next Article રશિયા દ્વારા સમય કરતાં પહેલાં ભારતને એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up