- સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નજીત રાજકોટ અમદાવાદ હાઈવે પર એક લક્ઝરી બસમાંથી રૂ. 88.55 લાખના દાગીના ભરેલી બેગની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી.ગુરુવારે સવારે રાજકોટનો ઝવેરી દાગીના ભરેલી બેગ લઈને ખાનગી બસમાં નિકળ્યો હતો.આ બસ જ્યારે સુરેન્દ્ર નજર નજીક ઉભી રહી ત્યારે વેપારી અને તેનો મિત્ર ફ્રેશ થવા નીચે ઉતર્યા હતા.બે-ત્રણ મિનિટ બાદ તેઓ પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમની સીટ પર રાખેલી 1,789 ગ્રામના દાગીના ભરેલી બેગ ગાયબ થઈ હતી.ત્યારબાદ પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે અજાણ્સો શખ્સ આ બેગ લઈને નીચે ઉતર્યો હતો અને તે ગાડીમાં બેસીને ભાગી ગયો હતો.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ઝવેરી શૈલેશ પટોડિયા ગુરુવારે સવારે રાજકોટથી રૂ. 88.55 લાખના દાગીના ભરેલી બેગ લઈને ઈન્દોર જતી બસમાં બેઠા હતા.આ બસ અમદાવાદ-રાજકોટ હાઈવે પર એક હોટેલ પાસે ઉભી રહી હતી.ત્યારે શૈલેશ અને તેનો મિત્ર ફ્રેશ થવા માટે નીચે ઉતર્યા હતા. બરોબર આ જ વખતે બસમાં સવાર અજાણ્યો શખ્સ દાગીના ભરેલી બેગ ચોરીને ભાગી ગયો હતો. શૈલેશ અને તેના મિત્ર બસમાં પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમની સીટ પરથી બેગ ગાયબ હતી.આ જોઈને શૈલેશ પટોડિયાએ નીચે ઉતરીને હોટલના સિક્યોરિટી ગાર્ડને પૂછ્યું હતું કે શું તેણે કોઈને બેગ લઈને જતા જોયો.ગાર્ડે જણાવ્યું હતું કે,એક શખ્સ બેગ લઈને ઝડપથી બસમાંથી નીચે ઉતર્યો હતો અને નજીકમાં જ રહેલી કારમાં બેસીને નાસી ગયો હતો.
બાદમાં હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ કરાતા જણાયું હતું કે,એક શખ્સ બસમાંથી દાગીનાની બેગ લઈને ઝડપથી ઉતર્યો હતો અને નજીકમાં પાર્ક કરેલી કારમાં બેસીને ભાગતો જણાયો હતો.આ મામે જોરાવરનગર પોલીસે જાણ કરાતા એફઆઈઆર દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગરના પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એન એચ કુરેશીએ જણાવ્યું હતું કે,હાઈવે પર બસ ઉભી રહી ત્યારે રાજકોટના ઝવેરીની દાગીના ભરેલી બેગ લઈને એક શખ્સ બસમાંથી ઉતરીને કારમાં ભાગતો નજરે પડ્યો હતો.આ ચોરીમાં એક કરતા વધુ લોકોની સંડોવણી હોવાની આશંકા છે.શૈલેશ પટોડિયા અવારનવાર ઈન્દોરમાં સોનાના ઝવેરાતનું વેચાણ કરવા જતા હોય છે.ગુરુવારે પણ તે પોતાના મિત્ર હરેશ છેલડિયા સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી ઈન્દોર જવા ખાનગી બસમાં બેઠા હતા.


