મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં બિહારમાં થયેલ સુશાંતના પિતાની ફરિયાદને લઈને બિહાર પોલીસ સુશાંત કેસમાં તપાસ કરવા માટે મુંબઈ આવી છે.જોકે,સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મુંબઈ પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે.
મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં બિહાર પોલીસને તપાસ કરવાનો કોઈ જ અધિકાર નથી.અમે આ મુદ્દે કાનૂની સલાહ લઇ રહ્યા છીએ.અમે અત્યાર સુધીમાં કોઈને ક્લીન ચિટ નથી આપી.આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ખેચતાણ પણ દેખાઈ રહી છે.
મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અમારી પાસે કોઈને કોરન્ટાઇન કરવાનો અધિકાર નથી.આ બીએમસીનો મુદ્દો છે.સુશાંતના પરિવારે 16 જૂનના પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ મામલે તેમને કોઈના પર શંકા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ કરવા રવિવારે મુંબઈ પહોંચેલા પટનાનાં SP વિનય કુમાર તિવારીને BMCએ ક્વોરન્ટીન કર્યા હતા.જેના પગલે બિહારના પ્રધાન સંજય ઝાએ મુંબઈ તંત્ર સામે આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે એસીપી તિવારીને ક્વોરેન્ટાઇન કરવા એ ગેરવ્યાજબી છે.બિહારની પોલીસ આટલા દિવસથી તપાસ કરી રહી છે તેમ છતાં તેમને ક્વોરેન્ટાઇન નથી કરાયા તો એસપી તિવારીને કેમ ક્વોરેન્ટાઇન કરાયા. આની પાછળ જરૂર કૈંક રંધાઈ રહ્યું છે.

