– સુશાંતસિંહ રાજપૂત કેસમાં અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહી,રિયા ચક્રવર્તીના ઘરે એનસીબીના દરોડાં
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ નાર્કેાટિકસ કંટ્રોલ બ્યૂરોની ટીમ આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. એનસિબીની ટીમે આજે સવારે રિયા ચક્રવર્તીના સાંતાક્રૂઝ સ્થિત લેટ પર પહોંચી હતી અને શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ કનેકશન અંગે સર્ચ આપરેશ ચલાવી રહી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે,અમે ફકત એક પ્રક્રિયા હોય છે તેને પૂરી કરી રહ્યા છીએ.આ માટે રિયા અને સૈમ્યુઅલના ઘરે તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂત કેસમાં નાર્કેાટિકસ કંટ્રોલ બ્યૂરોની ટીમ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી રહી છે.રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ સપ્લાયર સાથેના સંબંધનો ખુલાસો થયા બાદ એનસીબીની ટીમ આજે સવારે રિયા ચક્રવર્તીના અને સૈમ્યુઅલ મિરાન્ડાના ઘરે એક સાથે તપાસ માટે પહોંચી હતી.અધિકારીઓએ સેમ્યુઅલ મિરાન્ડાની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.આ મામલામાં રિયાની ધરપકડ થવાની પણ સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે એનસિબીની ટીમે સુશાંતસિંહ રાજપૂતના હાઉસ મેનેજર રહેલા સૈમ્યુઅલ મિરાન્ડાને ડ્રગ્સ પૂં પાડવાના આરોપમાં મુંબઈમાંથી બે લોકોની ધરપકડ કરી છે.મિરાન્ડા આ ડ્રગ્સને રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકને મોકલતો હતો.બ્રાન્દ્રાના અબ્દુલ બાસિત પરિહારી અને અંધેરીના જૈદ વિલાત્રાને શૌવિક અને મિરાન્ડા સાથેની અમુક ચેટના આધારા પર પકડી લેવામાં આવ્યા છે.
સુશાંતસિંહ રાજપૂત મોત મામલામાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ એનસીબીની ટીમે પહેલા અનેક લોકોની ધરપકડ કરી છે.ડ્રગ્સ સપ્લાયરે જણાવ્યું કે તે બોલિવૂડ પાર્ટીઝ માટે કેનબિસ (ભાંગ) પૂરી પાડતો હતો.રિયા પાસે કોઈ ડ્રગ્સ ન મળ્યા બાદ એનસિબી લોકલ સંપર્કેાના માધ્યમથી એવું શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું અભિંનત્રી સુધી તેમની કોઈ પહોંચ છે કે નહીં.આ પહેલા એનસિબીએ અમુક લીક થયેલી ચેટસના આધારે રિયા વિદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી

