સુશાંત રાજપૂતના કેસમાં AIIMSની રિપોર્ટે મર્ડર થિયરીને નકારી કાઢી છે.ત્યારે એ રિપોર્ટ મુજબ સુશાંતે આત્મહત્યા કરી હતી.પરંતુ એ રિપોર્ટ પર ઘણાં સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.સુશાંતના પરિવાર તરફથી અન્ય તપાસ ટીમ બનાવવાની માંગ કરી રહ્યાં છે.હવે આ દરમિયાન બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી લગાતાર સવાલો ઉઠાવી રહ્યા છે અને આ કેસને લઈને તેમનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે.સુશાંતના કેસમાં રોજ કંઈ નવું સામે આવી રહ્યું છે
હવે સુબ્રમણ્યમ સ્વામી લગાતાર સવાલો ઉઠાવી રહ્યા છે.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી મુંબઈ પોલીસની તપાસ પર સવાલો ઊભા કર્યા છે.તેમના મુજબ, 14 જૂનના દિવસે સવારે સુશાંતે જે ગ્લાસમાં જ્યૂસ પીધું હતું એ ગ્લાસને પ્રિઝર્વ કરીને એની તપાસ કેમ કરવામાં ન આવી. તેમણે ટ્વીટર પર લખ્યું કે,સુશાંતે સવારે જે ગ્લાસમાં ઓરેન્જ જ્યૂસ પીધું હતું,તેને પ્રિઝર્વ કરવામાં ન આવ્યો,આ આશ્ચર્યજનક વાત છે.મુંબઈ પોલીસે તો એક્ટરના એપાર્ટમેન્ટને પણ સીલ નહોતો કર્યો.
આવું પહેલીવાર નથી કે સ્વામીએ સુશાંતના કેસમાં સવાલો ઉઠાવ્યા છે.થોડાં સમય પહેલાં પણ સ્વામીએ ઘણાં એવા પુરાવા જણાવ્યા હતા,જેના દમ પર આ એક હત્યાનો કેસ બતાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એઈમ્સના રિપોર્ટ આવ્યા પછી સુશાંતના પરિવાર, વકીલ અને ફેન્સ પુરી રીતે ગુસ્સે થયા છે અને તેણે આ રિપોર્ટને નકારી કાઢ્યો છે.વિકાસ સિંહનું કથિત રીતે કહેવું છે કે જ્યારે એઈમ્સના ડોક્ટરને રિપોર્ટ મોકલવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ 200 ટકા હત્યા જ છે.

