એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલે બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં કૈવિએટની સાથે એક અરજી પણ દાખલ કરી છે,માં રાજ્ય સરકારે કહ્યું કે.બિહાર પોલીસ દ્વારા મામલાની તપાસને જારી રહેવા દેવામાં આવે. સરકારે રિયા ચક્રવર્તીની તે માંગનો વિરોધ કર્યો છે,જેમાં રિયાએ કહ્યું છે કે જ્યાં સુધી તેની અરજી સુપ્રીમ કોર્ટમાં બાકી રહે છે ત્યાં સુધી બિહાર પોલીસને આગળની તપાસથી રોકવામાં આવે.
આ દરમિયાન સુસાઈડ કેસમાં આરોપોથી ઘેરાયેલી સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંતના પરિવાર પર આરોપો લગાવ્યા છે.કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રિયાએ આ આરોપો લગાવ્યા છે.રિયાનો આરોપ છે કે પટનામાં એફઆઈઆર નોંધાવવામાં સુશાંતના બનેવી એડીજી ઓપી સિંહને દબાણ કર્યું.
ઈડીએ માંગી પટના પોલીસ પાસેથી ડિટેલ
આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે (ઈડી)એ પટના પોલીસ પાસેથી સુશાંત સિંહની એફઆઈઆરની ડિટેલ માંગી છે.સુશાંતના પિતાની એફઆઈઆરમાં સુશાંતના એકાઉન્ટમાંથી લગભગ 15 કરોડ રૂપિયા કાઢવાની વાત કહેવામાં આવી હતી,જેનો આરોપ રિયા ચક્રવર્તી પર લગાવવામાં આવ્યો છે.ઈડીએ મામલામાં પૈસાની લેવડદેવડને લઈને પણ તમામ જાણકારી માંગી છે.
એકાઉન્ટ ખંખોળી રહી છે બિહાર પોલીસ
આ તરફ, બિહાર પોલીસ પણ મુંબઈમાં સુશાંત સિંહના એકાઉન્ટ ખંગાળી રહી છે.કાલે બાંદ્રાની એક બેંકમાં પોલીસ તપાસ માટે પહોંચી.બુધવારે પણ સુશાંતના એક એકાઉન્ટની જાણકારી લેવામાં આવી હતી.આ દરમિયાન સુશાંત સિંહના પિતાએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ અરજી દાખલ કરી,જેમાં કહેવામાં આવ્યું છે કે વગર તેમનો પક્ષ સાંભળે કોર્ટ કોઈ આદેશ જારી ન કરે.

