મુંબઈ,તા.૨૪
રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ની નવી રિલીઝ ડેટ ફાઇનલ થઇ છે. આ ફિલ્મ અગાઉ ૨૭ માર્ચના રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મ વર્લ્ડવાઈડ ૨૪ માર્ચના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે અને કરણ જોહરે પ્રોડયૂસ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ લીડ રોલમાં છે. મેકર્સે એક વીડિયો શેર કરીને નવી રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે જેમાં રણવીર સિંહ, અજય દેવગણ અને અક્ષય કુમાર છે જે નાના બાળકોની ૨૪ માર્ચની જીદને ઓકે કરે છે. બાળક બોલે છે કે ૨૪ માર્ચની સાંજથી મુંબઈના બધા થિયેટર્સ ૨૪ કલાક ખુલ્લા રહેશે. બેસ્ટ પાર્ટ એ છે કે ૨૫ માર્ચે ગુડી પડવાની રજા છે. એટલે સૂર્યવંશી આપણા માટે ૨૪ માર્ચની સાંજે જ ફિલ્મ રિલીઝ કરી રહી છે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી લખ્યું છે કે, ક્રાઇમ માટે કોઈ જ સમય નથી કારણકે ‘આ રહી હૈ પોલીસ’.
રોહિત શેટ્ટીના ‘પોલીસ યુનિવર્સ’ના આ મૂવીમાં રણવીર સિંહ અને અજય દેવગણનો કેમિયો પણ છે. ફિલ્મમાં અક્ષય કુમાર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ચીફ વીર સૂર્યવંશીના રોલમાં છે અને કેટરીના તેની પત્નીના રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર ૨ માર્ચના રોજ રિલીઝ થશે.
‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ બદલાઈ, હવે ૨૪ માર્ચે રિલીઝ થશે
Leave a Comment