વાહનોના નંબરોના આધારે ટોલનાકા પરના સીસીટીવી ફુટેજ મેળવવાના પ્રયાસો
સુરત, તા.૨૨
સૂર્યા મરાઠા હત્યા કેસમાં સંકળાયેલા ૪ આરોપીઓની શોધખોળ માટે પોલીસે મેળવેલા વાહન નંબરના આધારે ટીમ બનાવી વિવિદ ટોલનાકાઓ પર મોકલી સીસીટીવી ફુટેજ તથા અન્ય જરૂરી વિગતો મેળવવાના ચક્રોગતિમાïન કર્યા હોવાનું ચોક બજાર પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરીએ જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેડરોડ પર આવેલા અખંડ આનંદ કોલેજ પાસેના ઓમ સાંઈ એપાર્ટમેન્ટની :ઓફિસમાં સૂર્યા મરાઠીની હત્યા કરી નાંખવામાં આવી હતી. ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. હત્યા કર્યા બાદ ૬ થી ૭ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વાહનો સાથે ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે મેળવેલ વાહનોના નંબરથી પોલીસે વિવિધ ટીમો બનાવી જુદા જુદા ટોલનાકાઓ પર મોકલી આપી હતી.
સૂર્યા મરાઠી હત્યા કેસ : જુદા જુદા ટોલનાકા પર પોલીસે તપાસ કરી
Leave a Comment