– લખનઉના કાલે બાબા પોલીસની ઝપટમાં આવી ગયા
– સફેદ ડાઘની અને સંતાન આપવાની ‘સારવાર’ કરતા હતા
લખનઉ તા.23 : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સફેદ ડાઘની અને નિઃસંતાન દંપતીની સારવાર કરવાના બહાને સેક્સ રેકેટ ચલાવતા એક બાબાની પોલીસે ધરપકડ કરી હતી.
છેલ્લા થોડાક સમયથી કાલે બાબા નામના આ દંભીની વાતો લોકોના કાને અથડાતી હતી.આખરે લોકોએ એકવાર જાતે કાલે બાબાને ત્યાં દરોડો પાડ્યો ત્યારે એક પુરુષ અને એક સ્ત્રી વાંધાજનક સ્થિતિમાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા.એની વિડિયો ક્લીપ વાઇરલ થતાં પોલીસ કામે લાગી ગઇ હતી અને વેસ્ટર્ન ઝોન ચૌક વિસ્તારના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આઇ પી સિંઘે મિડિયાને કહ્યું હતું કે આ કાલે બાબાની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
લખનઉના હુસૈનાબાદ પોલીસ સ્ટેશનની હદમાં આ કાલે બાબા ગમે તેવા અસાધ્ય રોગોની સારવારનો દાવો કરતો હતો.ખાસ કરીને નિઃસંતાન દંપતીઓને બાળકની અને સફેદ ડાઘ હોય એવા લોકોની સારવાર કરવાનો એનો દાવો હતો.પરંતુ એને ત્યાં જે રીતે સ્ત્રીઓ અને પુરુષોની અવરજવર હતી એે પરથી ત્યાં સેક્સ રેકેટ ચાલતું હોવાની શંકા લોકોના મનમાં દ્રઢ થઇ હતી.એટલે પહેલાં લોકોએ દરોડો પાડ્યો હતો.ત્યારબાદ પોલીસે કાલે બાબાને ઝડપી લીધા હતા.