– સફેદ ટી-શર્ટ, આર્મી કેપ પહેરીને આવેલા શખ્સ પાસે આઈ કાર્ડ માંગતા ન હતું
– શખ્સે કારનું લોક ખોલી દંપતીને જવા દીધું
અમદાવાદ : સેટેલાઈટના પ્રહલાદનગર રોડ પર પાર્ક કરેલી કારને બીનઅધિકૃત રીતે નકલી પોલીસે ટ્રાફિકનું લોક માર્યાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો હતો.આ વીડિયો ગુજરાત પોલીસ લખેલ ટીશર્ટ અને ઇન્ડિયન આર્મી લખેલ કેપ પહેરી ફરતા યુવકે લીગલ પાર્ક થયેલી કારને પૈસા પડાવવા લોક માર્યાનો આક્ષેપ કરતા લખાણ સાથે ફરતો થયો હતો.વીડિયોમાં પોલીસની ઓળખ આપનાર શખ્સ ડરી ગયો અને કારનું લોક ખોલતા દેખાય છે.
કાર લેવા માટે દંપતી પરત ફરતા લોક જોઈને ત્યાં હાજર થયેલા પોલીસ જવાન પાસે આઈકાર્ડ માંગે છે.જોકે આઈકાર્ડ ન હોવાથી પોલીસ જવાન પર કાર ચાલક આક્ષેપ કરે છે કે,તમે ગુજરાત પોલીસની ટીશર્ટ અને ઇન્ડિયન આર્મીના લોગોની કેપ પહેરી તે બન્ને લોગો વિરોધાભાસ ઉત્પન્ન કરે છે.મારી પાસે આઈકાર્ડ નથી તો તમે ક્યાં હકથી મારી ગાડીને લોક માર્યું?
દરમિયાન મહિલા બોલે છે કે,લોક ખોલી નાખો વિવાદ ના કરવો હોય તો.આખરે ડરી ગયેલો શખ્સ લોક ખોલી નાખે છે.આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ખરેખર પોલીસ જવાન છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ નથી. પણ તેની પાસે ગેરકાયદે પાર્ક થતી ગાડીઓ મારવામાં આવતું પોલીસનું લોક છે.ખરેખર શું થઈ છે તે તો પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.
(આ વીડિયો સેટેલાઈટ પ્રહલાદનગરનો હોવાની અને તેમાં દેખાતો વ્યક્તિ અસલી કે નકલી પોલીસ છે તેની પુષ્ટિ અમે નથી કરતા.જે લખાણ સાથે વીડિયો વાયરલ થયો તે વિગતો રજુ કરી છે )