નવી દિલ્હી,તા.૧૬ : ઇન્કમ ટેકસ, એકસાઈઝ, કસ્ટમ કે GST ના અધિકારીઓને જે બાતમીદારો દ્વારા કરોડોની કરચોરી બાતમી મળતી હતી તે બાતમી આપનાર લોકોને સરકર દ્વારા આપવામાં આવતા પુરસ્કારની રકમ આપવામાં અધિકારીઓએ આડોડાઈ શરૂ કરીદેતા બાતમીદારો નિષ્ક્રય બની ગયાછે.તેથી અધિકારીઓ જાણે કે પાંગળા બની ગયા હોય તેવો ઘાટ થયો છે આ પરિસ્થિતિમાં સેન્ટ્રલ GST ગાંધીનગર કમિશનરેટ દ્વારા ‘કરમિત્ર’ નામની યોજના લોન્ય કરવામાં આવી છે જેમાં કોઈપણ નાગરિક કરચોરી અંગેની વિગતો ડિપાર્ટમેન્ટના અધિકારીને પહોંચાડી શકશે.જેમાં બાતમી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવશે અને તેને સરકાર દ્વારા નક્કી કરાયેલા પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે
છેલ્લા ઘણા લાંબા સમયથી તમામ એજન્સીઓને તેમના કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા કૌભાંડો અને ગોબાચારીની પૂરતી માહિતી મળતી નથી.તે માટે અધિકારીઓની છીછરી માનસિકતા જવાબદારછે.હવે તમામ ઇનપુટ અધિકારીઓને પુર ટેકનોલોજીની મદદથી મળી રહ્યા છે પરંતુ બાતમીદાર વગર મોટ કૌભાંડો સામે આવે એવું લગભગ અશકય છે.સેન્ટ્રલ GST દ્વારા ફરીએક વખત જૂના બાતમીદારોને સક્રિય કરવા માટે તથા સામાન્ય નાગરિકો પણ પોતાની આજૂબાજુ થતી કરચોરીની વિગતો ડિપાર્ટમેન્ટને પહોંચાડે તેના માટે કરમિત્ર નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અંતર્ગત કોઈપણ સામાન્ય નાગરિક કર ચોરી અંગેની વિગતો whattsapp દ્વારા એસએમએસ દ્વારા ઓડીયો કે વીડિયો દ્વારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પહોંચાડી શકશે સાથે સાથે સેન્ટ્રલ GST સહાયતા કેન્દ્ર ઉપર જઈને પણ આ અંગેની માહિતી આપી શકશે.ડિપાર્ટમેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની કર ચોરી અંગેની માહિતી આપનાર વ્યકિતની ઓળખ ગુપ્તરાખવામાં આવશે સાથેસાથે તેને સરકાર દ્વાર નક્કી કરવામાં આવેલો પુરસ્કાર પણ આપવામાં આવશે.