। મુંબઈ ।
કેન્દ્રનુંં નાણામંત્રાલય કોરોનાગ્રસ્ત વેપાર ઉદ્યોગો માટે સરકાર ટૂંકમાં રાહત પેકેજ જાહેર કરશે તેવી આશા તેમજ અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવતા ભારતનાં શેરબજારોમાં બુધવારે ફુલગુલાબી તેજી જોવા મળી હતી. બજારો નજીવા ઊંચા ગેપમાં ખૂલ્યા હતા પણ બંધ થયા ત્યારે તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૬.૯૮ ટકા કે ૧૮૬૧.૭૫ પોઇન્ટ વધીને ૨૮,૫૩૫.૭૮ પોઇન્ટ વધ્યો હતો. જ્યારે નિફ્ટી ૬.૬૨ પોઇન્ટ કે ૫૧૬.૮૦ પોઇન્ટના ઉછાળે ૮૩૧૭.૮૫ પોઇન્ટ વધીને બંધ આવ્યો હતો. છેલ્લા દસ વર્ષમાં એક જ દિવસમાં આ મોટામાં મોટો ઉછાળો હતો. રિલાયન્સ અને એચડીએફસીમાં લેવાલી જોવા મળી હતી જેને કારણે બજાર ઊંચકાયું હતું. ગુડી પડવાને કારણે કરન્સી બજાર બંધ રહ્યું હતું. એમસીએક્સમાં સોનું ૩ એપ્રિલ વાયદો ૨.૧૫ ટકા કે રૂ. ૮૯૦ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૨૬૯ થયો હતો જ્યારે ચાંદી ૫ મે વાયદો ૦. ૬૮ ટકા કે રૂ. ૨૭૬ વધીને કિલોએ રૂ. ૪૦,૮૦૦ થયા હતા.
બીએસઈનું માર્કેટ કેપ રૂ. ૧૦૮ લાખ કરોડ થયું
બીએસઈનું માર્કેટ કેપ વધીને રૂ. ૧૦૮ લાખ કરોડ થયું હતું. ટ્રેડિંગમાં ૧૨૦૭ કંપનીઓના શેર વધ્યા હતા જ્યારે ૯૯૩ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. ૧૪ કંપનીઓના શેર બાવન અઠવાડિયાની ટોચે હતા જ્યારે ૭૩૬ કંપનીઓના શેર બાવન વીકની નીચી સપાટીએ રહ્યા હતા. ૧૫૫ શેરમાં અપર સર્કિટ હતી અને ૩૭૬માં લોઅર સર્કિટ લાગી હતી.
બેન્ક નિફ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરો વધ્યા
બેન્ક નિફ્ટી ૯ ટકા વધી હતી જ્યારે ઉડ્ડયન સેક્ટર માટે રૂ. ૧૨,૦૦૦ કરોડનાં પેકેજની આશાએ એવિએશન શેરોમાં ૧૦ ટકા વધારો થયો હતો. હોટલ અને ટૂરિઝમ શેરો વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૪ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૨.૮૫ ટકા વધ્યો હતો. ઓઇલ અને ગેસ શેરોમાં ૩.૫૬ ટકા તેજી હતી.
એશિયા અને યુરોપનાં બજારોમાં તેજી
એશિયાનાં બજારોમાં ઓસ્ટ્રેલિયાનું માર્કેટ ૫.૩૨ ટકા, ચીનનું શાંઘાઈ ૨.૧૭ ટકા, હોંગકોંગનું હેંગસેંગ ૩.૮૧ ટકા, જાપાનનું નિક્કી ૮.૦૪ ટકા. તાઈવાનનું માર્કેટ ૩.૮૭ ટકા વધ્યું હતું. આ લખાઈ રહ્યું છે ત્યારે યુરોપનાં બજારોમાં ઈંગ્લેન્ડનું હ્લ્જીઈ ૦.૧૯ ટકા, યુરોપનું યુરોેનેકસ્ટ ૦.૧૮ ટકા વધ્યું હતું જ્યારે ફ્રાન્સનું ઝ્રછઝ્ર ૦.૦૯ ટકા, જર્મનીનું ડ્ઢછઠ ૧.૮૦ ટકા ઘટયું હતું. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૦૭ ટકા વધીને બેરલે ૨૭.૧૭ ડોલર થયો હતો.
બજારમાં તેજીનાં કારણો : ૨ લાખ કરોડ ડોલરનું રાહત પેકેજ
# કેન્દ્ર સરકાર દ્વારા વેપાર ઉદ્યોગો માટે ટૂંકમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તેવી આશાએ બજારમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
# અમેરિકાની ફેડરલ રિઝર્વે ઇકોનોમીમાં મંદી રોકવા માટે ૨ લાખ કરોડ ડોલર એટલે કે ૨ ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કરતા બજારમાં સુધારો # # જોવા મળ્યો હતો. પેકેજમાં ૧૨૦૦ ડોલર દરેક પુખ્તને અને ૫૦૦ ડોલર દરેક બાળકને સહાય પેટે અપાશે. પરિણામે ડાઉ જોન્સમાં વધારો થયો હતો.
# રિલાયન્સ, એચડીએફસી બેન્ક જેવા મોખરાના શેરોએ બજારની તેજીને ટેકો આપ્યો હતો. આ શેરોથી સેન્સેક્સમાં ૧૧૦૦ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. ઇૈંન્ શેરો ૨૧ ટકાના ઉછાળે રૂ. ૧૧૪૧ થયા હતા.
# ફેસબુક દ્વારા રિલાયન્સ જિયોના ૧૦ ટકા શેર ખરીદવાની હવાએ માર્કેટને ટેકો આપ્યો હતો.