મુંબઈ : દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્વિ છતાં વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ ચાઈનાની ઔદ્યોગિક પ્રવૃતિમાં વૃદ્વિ અને રશિયા પાસેથી ઓઈલની ખરીદી સહિતના યુરોપના પણ પ્રતિબંધને પગલે ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૧૨૪ ડોલર પહોંચી ગયા બાદ ઘટી આવી આજે ૧૧૮ ડોલર નજીક રહ્યા છતાં મોંઘવારી,ફુગાવો વધુ વધવાની ચિંતા અને ધિરાણ દરો વધતાં પ્રવાહિતા રૂંધાવવાના અંદાજોએ અને જીએસટી એકત્રિકરણમાં મે મહિનામાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયા સાથે એફએમસીજીની માંગ મંદ પડી રહ્યાના અહેવાલ વચ્ચે શેરોમાં ફંડોએ સાવચેતીમાં હળવા થવાનું પસંદ કર્યું હતું.ઈન્ડેક્સ બેઝડ આજે સતત બીજા દિવસે ફંડોએ અફડાતફડી મચાવી અંતે નરમાઈ બતાવી હતી.બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ,કોટક બેંક,એચડીએફસી બેંક સહિતમાં સિલેક્ટિવ તેજી સામે એફએમસીજી,આઈટી,ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગે ધોવાણ થતું જોવાયું હતું.એફએમસીજીની ગ્રામીણ ક્ષેત્રમાં માંગ સતત ત્રીજા ત્રિમાસિકમાં મંદ પડતાં એફએમસીજી શેરોમાં વેચવાલી સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ,ઓઈલ-ગેસ,હેલ્થકેર શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ફંગોળાતી ચાલના અંતે ૧૮૫.૨૪ પોઈન્ટ ઘટીને ૫૫૩૮૧.૧૭ અને નિફટી સ્પોટ ૬૧.૮૦ પોઈન્ટ ઘટીને ૧૬૫૨૨.૭૫ બંધ રહ્યા હતા. અલબત સ્મોલ,મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યું હતું.બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવ સાંજે ૧૧૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૧૧૬ ડોલર નજીક રહ્યા હતા.એયુ બેંક રૂ.૩૮ વધીને રૂ.૧૨૮૯ : બીઓબી,બંધન,કોટક બેંક,ICICI પ્રુડે,એચડીએફસી શેરોમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે છેલ્લા કલાકમાં ફંડો લેવાલ બનતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૮૧.૦૯ પોઈન્ટ વધીને ૪૧૦૮૮.૩૯ બંધ રહ્યો હતો.એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૮.૪૦ વધીને રૂ.૧૨૮૮.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૦૫ વધીને રૂ.૧૦૨.૨૦,બંધન બેંક રૂ.૬.૫૫ વધીને રૂ.૩૩૨.૬૫,કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૬.૬૦ વધીને રૂ.૧૮૭૦.૮૦,એચડીએફસી બેંક રૂ.૮.૮૫ વધીને રૂ.૧૩૯૬.૩૦,આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રૂ.૨૬.૮૫ વધીને રૂ.૫૪૮.૫૦,સ્ટાર હેલ્થ રૂ.૩૧.૮૦ વધીને રૂ.૭૧૪.૭૫,ક્રિસિલ રૂ.૧૩૨.૬૫ વધીને રૂ.૩૫૪૪.૮૦,કેમ્સ રૂ.૮૦.૪૦ વધીને રૂ.૨૪૦૬.૮૦ રહ્યા હતા.એચડીએફસી લિમિટેડ દ્વારા હોમ લોનના વ્યાજ દરમાં પાંચ બેઝિઝ પોઈન્ટનો વધારો કરાતાં કંપનીની નફાશક્તિમાં વધારાની અપેક્ષાએ શેર રૂ.૨૧.૬૫ વધીને રૂ.૨૩૨૮.૮૫,પીએનબી હાઉસીંગ દ્વારા પણ વ્યાજ દરમાં વધારો કરાતાં શેર રૂ.૩.૧૦ વધીને રૂ.૩૨૮.૯૦ રહ્યા હતા.


