અમદાવાદ : સેમસંગ કંપનીના વાઇસ ચેરમેન લી જે-યોંગની સમસ્યાઓ ફરી વખત વધતી જોવા મળી રહી છે.લી ને ફરી એક વખત જેલમાં જવું પડી શકે છે.આ વખતે તેમની પર આરોપ લાગ્યા છે કે તેમણે પોતાના દાદા દ્વારા વિસ્થાપિત સમૂહના નિયંત્રણમાં મદદ કરવા માટે ગેરકાયદે સાધનોનો ઉપયોગ કર્યો હતો જેની પર સિઓલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોતાનો ફેંસલો સંભળાવશે.
લી જે-યોંગને જેલ થશે તો આ બીજો અવસર હશે કે તેમને જેલ જવું પડ્યુ હોય.આ અગાઉ લીને છેતરપિંડી અને લાંચ આપવાના આરોપમાં 2017માં 5 વર્ષની જેલ થઇ હતી.જોકે ફેબ્રુઆરી 2018માં સાઉથ કોરિયાની કોર્ટે તેમની સજા ઘટાડી દીધી હતી.
આ આ અગાઉ વિરોધી પક્ષે ગુરુવારે કોર્ટ સમક્ષ લી વિરુદ્ધ સ્ટોક પ્રાઇસ હેરફેર,ઓડિટ નિયમનાં ભંગ અને અન્ય ગુનાઓ મામલે વોરંટ જારી કરવાનું કહ્યું હતું.બીજી બાજુ શુક્રવારે સેમસંગને લી પર લગાવવામાં આવેલ સ્ટોક પ્રાઇસ હેરફેરબા આરોપોને ખોટા ગણાવીને કહ્યું હતું કે આ આરોપ સામાન્ય સમજ કરતા ઉપર છે.


