સેલવાસમાં વધુ 5 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 44 થયો

HM News
1 Min Read

વલસાડ, 18 જૂન : સેલવાસ શહેરી વિસ્તારમાં મંગળવારે એક સાથે કોરોનાના 9 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ બુધવારે વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે.જે લોકોલ સંક્રમણ હોવાનું જાણવા મળે છે.આ સાથે દાનહમાં કોરોના પોઝિટિવના કુલ કેસનો આંકડો 44 ઉપર પહોચ્યો છે જેમાં 32 કેસ એક્ટિવ છે.સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે.પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોના માટે એપી સેન્ટર જેવું બની ગયુ હોવાથી ત્યાંના સેંકડો લોકો દાનહ ડીડી ખાતે સારી મેડિકલ સુવિધા હોય આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેના કારણે સંક્રમણ વધ્યુ છે.સેલવાસના આમળી બાલાજી મંદિર વિસ્તાર વિકાસ કૉમ્પ્લેક્સ ટોકરખાડા પદ્માવતી સોસાયટી સુંદર વન સોસાયટી રોડ ને કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.દાદરા ખાતે બે ઝોન છે પ્રદેશમાં હાલ 44 કેસ છે જેમાં 32 એક્ટિવ છે જ્યારે 12 લોકો સાજા થઈ ઘરે ગયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *