વલસાડ, 12 જૂન : દાનહમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સેલવાસ પોલીસ એસપીએ ઈન્દીરાનગર વિસ્તારના બે સગા ભાઇઓ ઇસ્માઇલ રહેમતઅલી શેખ તથા ઇઝરાયલ રહેમતઅલી શેખને પાસ હેઠળ જેલમાં મોકલી દીધા છે.સેલવાસ ઇન્દિરા નગરના નામચીન આ બંને ભાઈઓ સામે પોલીસ ચોપડે ડઝનબંધી કેસો નોંધાયેલા છે.જેમાં રાયોટીંગ,ખંડણી તેમજ કોરોના મહામારી સમયે પોલીસ કાર્યવાહીમાં ખલેલ, સલેહ શાંતિ ભંગ સહિતના અનેક ગુના છે.ગનાહિત માનસ ધરાવતા આ બંને ભાઈઓ સામે છેલ્લા કેટલા સમયથી એમની ગતિવિધિ સંબંધી પ્રદેશની શાંતિ જોખમાય એવી પ્રવૃત્તિ સામે કલેક્ટરને પાસાની દરખાસ્ત કરી હતી જે મુજબ સેલવાસ એસપી શરદ દરાડે તેમજ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સબસ્ટિન દેવસ્યા એક વિશેષ ટીમનું ગઠન કરી પાસાના હુકમની બજવણી કરવા વહેલી સવારે 20 થી વધુ મહિલા પોલીસ સહીતનો કાફલો ઇન્દિરા નગર વિસ્તારને ઘેરાવ કરી બંને ભાઇએની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતાં.


