– સેલવાસથી વાપી,સરીગામ,અને દમણ માટે રૂટ ફાળવવામાં આવ્યા
સેલવાસ : સેલવાસ સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત શુક્રવારે દાનહ પ્રશાસન દ્વારા ક્રિશ્મશના દિનથી ઇન્ટર સ્ટેટ વાપી,સરીગામ,દમણ માટે એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસ સેવાનો આરંભ કરાયો છે.જેના ભાગરૂપે દાદરા નગર હવેલી દમણ દીવ વહીવટીતંત્ર દ્વારા સાયલી મેડીકલ કોલેજ બિલ્ડીંગ નજીકથી આંતર રાજ્ય પરિવહન સેવા ચાલુ કરવામાં આવી છે.સેલવાસથી વાપી,સરીગામ,અને દમણ માટે રૂટ ફાળવવામાં આવ્યા છે.આ બસ બંને પ્રદેશનાં લોકો માટે લાઈફ લાઈન બની રહેશે.ઉપરાંત આ સેવાનો સીધો લાભ ટુરિઝમ પ્રવાસીઓને પણ થશે.સેલવાસને કુલ રૂ. 1,000 કરોડની ગ્રાન્ટ થકી સ્માર્ટ સિટી બનાવવામાં આવશે,
જેમાં રૂ. 500 કરોડ પ્રશાસન ખર્ચશે અને રૂ. 500 કરોડની ગ્રાન્ટ સરકાર આપશે. જેનાથી વિવિધ તબક્કે કામગીરી હાથ ધરાશે. જેમાં સમગ્ર શહેરને સાફસુથરૂ બનાવાશે.પાણીની યોગ્ય વ્યવસ્થા કરાશે,સેલવાસમાં તમામ વિસ્તારોમાં મોર્ડન સ્ટ્રકચરનું નિર્માણકરાશે, સારામાં સારી ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ હશે,સીઅએનજી વાહનો, ઇ રિક્ષા દ્વારા પોલ્યુશન ફ્રી શહેર બનાવાશે,તમામ બાગ બગીચા,તળાવ,નદી, શહેરના મુખ્ય ચાર રસ્તા,મુખ્ય માર્ગો પર બ્યુટિફિકેશન કરાશે, ટુરીઝમ ક્ષેત્રે પ્રવાસીઓને બહેતર સુવિધા પૂરી પડાશે.વારલી પેઇન્ટીંગથી સુશોભન કરાશે,નાગરીકોને તમામ માહિતી ઓનલાઇન મળશે.