સેલિબ્રિટિ ટ્વીટની તપાસ કરતી મહારાષ્ટ્ર સરકારે કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે તપાસમાં ભાજપા IT સેલના પ્રમુખ અને 12 એંફ્લુએંસરના નામ સામે આવ્યા છે.કોરોનાથી ઉભર્યા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પ્રથમવાર મીડિયાથી વાત કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એ પણ સ્પષ્ટ કર્યુ કે, તેઓએ કયારેય કહ્યુ નથી કે, સેલિબ્રિટિની તપાસ થશે. દેશમુખે કહ્યુ કે, મારા નિવેદનને તોડી-મરોડીને રજુ કરાયુ છે.મેં કયારેય કહ્યું નથી કે,હસ્તિયોની તપાસ કરશે. લતા મંગેશકરજી અમારા માટે ભગવાન છે,સમગ્ર દુનિયા સચિન તેંડુલકરનું સમ્માન કરે છે.ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે ભાજપા IT સેલની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ, ક્યાં ટ્વીટ તેના પ્રભાવમાં કરાયા હતા કે નહિ.મોટો ખુલાસો કરતા અનિલ દેશમુખે કહ્યુ કે, અત્યારસુઘીની તપાસમાં ભાજપાના શીર્ષ IT પ્રમુખ અને 12 ઈન્ફલુએંસરના નામ સામે આવ્યા છે.
શુ છે સમગ્ર મામલો
ખેડૂતોના આંદોલનને લઈને બોલીવુડની અનેક હસ્તિયો, ક્રિકેટર્સ સહિત રમત જગતમાં કેટલાક જાણીતા લોકો તરફથી ટ્વીટસ કરવામાં આવ્યા હતા.મુંબઈ કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આરોપ લગાવ્યો હતો કે,બીજેપીના દબાવમાં જાણીતા લોકો તરફથી ટ્વિટ કરાયા હતા.આ આરોપના આધાર પર મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા.


