- સુદાનમાં આશરે 20 લાખ લોકો પરંપરાગત રીતે સોનાનું ખોદકામ કરે છે.તેઓ ઘણીવાર અર્ધ-કાનૂની ખાણોમાં કામ કરે છે,જ્યાં પરિસ્થિતિ ખૂબ જ અસુરક્ષિત હોય છે.
ખાર્તૂમ. સુદાન (Sudan)ના પશ્ચિમ કોર્ડોફન પ્રાંત માં મંગળવારે સોનાની ખાણ ધસવાથી ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે.સુદાનની સરકારી ખાણકામ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ હાદસો રાજધાની ખાર્તૂમથી 700 કિમી દક્ષિણમાં ફૂજા ગામ માં એક બંધ પડેલી ખાણમાં થયો હતો.આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે.આ અકસ્માત બાદ ગ્રામજનો ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા હતા.
આ અકસ્માતમાં બચી ગયેલા લોકો અને મૃતદેહોને શોધવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.અન્ય લોકો મૃતદેહો દફનાવવા માટે કબરો તૈયાર કરવામાં લાગી ગયા હતા.કંપનીએ તેના નિવેદનમાં કહ્યું કે આ ખાણ કામ ન હતી કરતી,પરંતુ સ્થાનિક ખાણિયાઓ અહીં કામ પર પાછા ફર્યા.
બન્યું એવું હતું કે જ્યારે આ ખાણની રક્ષા કરતા સૈનિકો અહીંથી પાછા ફર્યા ત્યારે લોકોને તેમાં સોનું એકઠું કરવાની તક દેખાઈ.આ પછી તેઓ ખોદકામ માટે અહીં પહોંચ્યા.જોકે,આ પગલું ભરવાથી તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.કંપનીએ એ નથી જણાવ્યું કે ખાણનું કામ ક્યારે બંધ થયું હતું.
સુદાનમાં ખનન શા માટે અસુરક્ષિત છે?
એક દાયકા પહેલા વિશ્વના સૌથી ગરીબ દેશોમાંથી એક સુદાનમાં મોંઘવારી તેની ટોચે પહોંચી હતી.ત્યારબાદ અહીં સોનાનું ખાણકામ વધવા લાગ્યું અને લોકો ખનન દ્વારા પૈસા કમાવા લાગ્યા.
સોનાની લાલચ પડી ભારે, ખોદકામ દરમિયાન 38 લોકો દબાઈને મૃત્યુ પામ્યા

Leave a Comment