અમદાવાદ : જાપાનનું સોફ્ટબેન્ક ગ્રુપ સોફ્ટવેર-એઝ-અ સર્વિસ આપતી ફર્મ માઈન્ડટિકલમાં 10 કરોડ ડોલરના ફરીવારના રોકાણની યોજના બનાવી છે.કંપની ભારતમાં પોતાની પ્રથમ SaaS ડીલ કરી રહી છે.ગતવર્ષે જુલાઈમાં નૉર્વેસ્ટ વૅન્ચર પાર્ટનર્સે 4 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું ત્યારબાદ કંપનીનું વેલ્યુએશન 25 કરોડ ડોલરથી વધીને બમણું એટલે કે 50-60 કરોડ ડોલર થઇ ગયું છે.
પુણે અને સેન ફ્રાન્સિસ્કો સ્થિત માઈન્ડટીકલની સ્થાપના 2011માં કૃષ્ણ દેપુઆ,મોહિત ગર્ગ,દિપક દિવાકર અને નિશાંત મુંગાલી દ્વારા કરવામાં આવી હતી. આ ફર્મ કંપનીની વેચાણ ક્ષમતાની સાથે સેલ્સ ટ્રેનિંગ અને ઓનબોર્ડિંગ,ટેક્નોલોજીની યોગ્ય પ્રેક્ટિસ અને ઉપયોગ અંગે સલાહ સૂચનો આપે છે. કંપનીની પ્રોડક્ટ ગ્રાહકોની મદદ કરે છે તેમજ ડેટા મેનેજમેન્ટ કોચિંગ પણ પૂરું પડે છે.સૂત્રોના જણાવ્યાં અનુસાર કંપનીને 2019 દરમિયાન 2-2.5 કરોડ ડોલરની આવક આ આ ધરાવે છે.
માઈન્ડટીકલના અન્ય રોકાણકારોમાં વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલ,સિલિકોન વેલી સ્થિત કનાન પાર્ટનર્સ,કવાલકોમ વેંચર્સ અને ન્યુ એન્ટરપ્રાઇઝ એસોસિએટ્સ સામેલ છે. અત્રે નોંધનીય છે કે સોફ્ટબેન્કના શેર 20 વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયા છે.ગ્રુપે બાયબેકની જાહેરાત કર્યા બાદ શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.


