– તમિલનાડુમાં વિરાટ કોહલી અને RCB ફેન્સે રોહિત શર્માના ફેન્સનો જીવ લઈ લીધો હતો
નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર : ભારતીય ક્રિકેટરોના એકથી ચઢતા એક ફેન્સ જોવા મળે છે.તેઓ ખેલાડીઓની ઝલક માટે વિશ્વના કોઈપણ ખૂણે પહોંચી જાય છે.પોતાના પ્રિય ક્રિકેટરની ભગવાનની જેમ પૂજા કરે છે અને દિવાનગીની હદ સુધી તેમને પસંદ કરે છે.ખેલાડીઓ માટે દિવાનગી તો ઠીક છે પરંતુ મામલો જ્યારે ખેલાડીના ફેન્સનો બીજા ખેલાડીના ફેન્સનો જીવ લેવા સુધી પહોંચી જાય ત્યારે તે ગંભીર બની જાય છે.આવી જ એક ઘટના હાલમાં જ સામે આવી છે જેમાં વિરાટ કોહલી અને RCB ફેન્સે રોહિત શર્માના ફેન્સનો જીવ લઈ લીધો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે તમિલનાડુમાં બે મિત્રો વચ્ચે રોહિત શર્મા અને વિરાટ કોહલી માંથી કોણ શ્રેષ્ઠ ક્રિકેટર છે તેને લઈને ઝઘડો થયો હતો.બંને વચ્ચે વાત એટલી વધી ગઈ કે બંનેએ એકબીજા પર હુમલો કર્યો અને જેમાં રોહિતના ફેન્સનું મોત થઈ ગઈ ગયુ હતું. બંને મિત્રો સાથે ડ્રિંક કરવા જઈ રહ્યા હતા.
In a shocking incident in Tamil Nadu, #RCB and #ViratKohli fan, Dharmaraj, murdered his friend, Vignesh, who supported #MI and #RohitSharma, after alleged provocation from the latter.https://t.co/B9fxhitjlZ
— Circle of Cricket (@circleofcricket) October 14, 2022
આ ઘટના 11 ઓક્ટોબર મંગળવારની છે જ્યારે કોહલીના ફેન ધર્મરાજ અને રોહિતના ફેન વિગ્નેશ દારૂ પીને ક્રિકેટની ચર્ચા કરી રહ્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે, ધરમરાજ અને વિગ્નેશને RCB અને મુંબઈ વચ્ચે IPLની દરેક મેચ બાદ પાર્ટી કરવાની આદત હતી.કારણ કે ધર્મરાજ બોલવામાં હકલાતો હતો તો વિગ્નેશ તેની મજાક ઉડાવતો હતો.તે દિવસે પણ વિગ્નેશે કોહલી અને આરસીબીની મજાક ઉડાવી હતી તો ધર્મરાજ તે સહન ન કરી શક્યો અને તેણે વિગ્નેશ પર બેટથી હુમલો કર્યો જેમાં વિગ્નેશનું મૃત્યુ થઈ ગયું હતું.આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો થઈ રહી છે ટ્વિટર પર તો #arrestkohli પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે.પરંતુ જો જોવામાં આવે તો લોકોએ સમજવું જોઈએ કે, આમાં ન તો વિરાટ કોહલીનો અને ન તો રોહિત શર્માનો દોષ છે.હાલમાં ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડ કપ રમવા માટે ઓસ્ટ્રેલિયામાં છે.