લગ્નની કંકોત્રી મનાતા આરએસવીપી કાર્ડમાં તમે કેટલો ચાંલ્લો આપશો કે કેવી ગીફટ આપશો ? એવો સવાલ પુછયો હોય તો કેવું લાગે ? પરંતુ ખરેખર એ પ્રકારનું એક કાર્ડ સોશ્યલ મીડિયામાં વિવાદનો વિષય બન્યું છે.આ કાર્ડમાં લોકોએ નોંધપાત્ર રકમનો ચાંદલો કર્યો હોય કે મોંઘી ભેટ આપી હોય તેમને સારૂ જમવાનું મળશે તેવી સુચના આપી છે.તેમજ કન્યાપક્ષની મનાતીએ કંકોત્રીમાં પોતાને મનગમતી મીઠાઇઓના હેમ્પર જેવી ભેટની પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.
સોશ્યલ નેટવર્કીંગ સાઇટ રેડિટની વેડીંગ શેઇમિગ કમ્યુનિટીએ પોતાની પોસ્ટમાં એ કંકોત્રી સુદ્ધા અપલોડ કરી છે એ પોસ્ટની નીચેની કોમેન્ટસમાં આવી વૃતિ અને પવૃતિ તરફ તિરસ્કાર અને અણગમો વ્યકત કરવામાં આવ્યો છે.કંકોત્રીમાં ભેટ સોગાદોની ચાર કેટેગરી વર્ણવવામાં આવી છે.લવિંગ ગીફટ, સિલ્વર ગીફટ, ગોલ્ડન ગીફટ અને પ્લેટીનમ ગીફટ,લવિંગ ગીફટમાં 250 ડોલર (અંદાજે 18400 રૂપિયા)નો ચાંદલો કરનારને રોસ્ટેડ ચિકન અને સ્વોર્ડ ફિશનું જમણ, સિલ્વર ગિફટમાં 251 ડોલર (અંદાજે 18500 રૂપિયા)થી 500 ડોલર (અંદાજે 36800)નો ચાંદલો કે ગીફટ આપનારને ઉપરોકત વાનગીઓની પસંદગી ઉપરાંત સ્લાઇસ્ડ સ્ટીક અને પોચ્ડ સાલ્મન, ગોલ્ડન ગિફટમાં પ01 ડોલર (અંદાજે 36900)થી 1000 ડોલર (અંદાજે 73300 રૂપિયા)નો ચાંદલો કે ગીફટ આપનારને પસંદગીના વ્યાપક વિકલ્પોમાં ફિલેટ મિગ્નોન અને લોબ્સ્ટર ટેઇલ્સનો સમાવેશ હતો.
પ્લેટીનમ ગીફટમાં 1001 ડોલર (અંદાજે 72,300 રૂપિયા)થી 2500 ડોલર (અંદાજે 1.84 લાખ રૂપિયા)નો ચાંદલો કે ગીફટ આપનાર છે.ઉપરોકત વિકલ્પ ઉપરાંત એકઝોટિક કરચલાની વરાઇટીઝ આપે સેમ્પેન ઉપલબ્ધ કરવાની નોંધ કંકોતરીમાં કરવામાં આવી હતી.

