મુંબઈ તા.26 : મુંબઈ પોલીસે સોશ્યલ મીડીયા મેસેજીંગ પ્લેટફોર્મ પર ગ્રુપમાં ફરતા ખોટા અથવા ઉશ્કેરણીજનક મેસેજીસ માટે એડમીનને જવાબદાર ગણવા નિર્ણય લીધો છે.મુંબઈ પોલીસે એક જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે સીઆરપીસીની કલમ 144 અને મહારાષ્ટ્ર પોલીસ કાયદા,1951ની જોગવાઈઓ હેઠળ માનવભવન અથવા સલામતી સામે જોખમ ઉભું કરતા અથવા જાહેર અશાંતિ જોખમાતી અટકાવવા તે વોટસએપ,ટિવટર,ફેસબુક, ટીકટોક,ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયામાં ખોટી માહિતી અથવા હકીકતો વિકૃત સ્વરૂપે રજૂ કરતા હશે અથવા કાઈ સમુદાય સામે ભેદભાવકારી, ઉતારી પાડતી માહિતી ફેલાવતા હશે કે સરકારના કામકાજ સામે અવિશ્વાસ ઉભો કરવા ઉશ્કેરણી કરશે તો ગ્રુપના એડમીન તરીકે નિયુક્ત થયેલી વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

