નવી દિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે ગાઢ સંબંધોની મહેચ્છા વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે પરંતુ તે પુર્વે ભરોસાનું વાતાવરણ ત્રાસવાદને તિલાંજલી એ સંભવત મહત્વપૂર્ણ રીતે જરૂરી છે.પાકના વડાપ્રધાન ઈમરાનખાને તથા પાકની જનતાને તે દેશના નેશનલ ડે સમયે શુભેચ્છા આપતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે એક પાડોશી રાષ્ટ્ર તરીકે ભારત એ પાકીસ્તાન સાથે ગાઢ સંબંધો ઈચ્છે છે.પાકીસ્તાનના લોકો સાથે મજબૂતાઈ ભર્યા સંબંધોની મહેચ્છા છે પણ તેના માટે ભરોસા-વિશ્ર્વાસનું વાતાવરણ અને ત્રાસવાદ અને દુશ્મનાવટને છોડવી એ અત્યંત મહત્વનું છે.પાક આજે તેનો 70મો નેશનલ ડે મનાવી રહ્યા છે.વડાપ્રધાને કોરોનાનો આડકતરો ઉપયોગ કરતા કહ્યું કે માનવ સમુદાય સામેના આ સૌથી મુશ્કેલ સમયમાં હું આપને તથા પાકિસ્તાનના લોકોને કોવિડ 19થી સર્જાયેલા પડકાર ઉપાડવાની ક્ષમતાની શુભેચ્છા આપુ છું.
આ અગાઉ નવી દિલ્હી ખાતેના પાકના ચાર્જ-દ-અફેર્સ- આફતાબ હાસન ખાને પાક ડેના સંદેશમાં તેમનો દેશ પાડોશીઓ સાથે સૌહાર્દ ભર્યા સંબંધો ઈચ્છે છે અને શાતિ પ્રવર્તે તો જ આ શકય છે તથા જે કોઈ સમસ્યા છે.ખાસ કરીને 70 વર્ષથી ચાલી આવતી કાશ્મીર સમસ્યા સહિતના મુદાઓ વાટાઘાટથી ઉકેલાવા જોઈએ તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું.તેઓએ ભારત પર જડ વલણ અપનાવવાનો આરોપ મુકી વાટાઘાટ નહી થાય તો સમસ્યા ઉકેલાશે નહી તેવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન શ્રી મોદીએ બે દિવસ પુર્વે કોરોના સંક્રમણ થયેલા પાક વડાપ્રધાન ઈમરાનખાનને સ્વાસ્થ્યની શુભેચ્છા પણ આપી હતી.